વ્યાપાર

અદાણી ગ્રીન એનર્જીએ રિન્યુએબલ એનર્જીની 12,000 મેગાવોટની ક્ષમતા વટાવી નવું આધારચિહ્ન પ્રસ્થાપિત કર્યું

અદાણી ગ્રીન એનર્જીએ રિન્યુએબલ એનર્જીની 12,000 મેગાવોટની ક્ષમતા વટાવી નવું આધારચિહ્ન પ્રસ્થાપિત કર્યું

ખાવડામાં વિશ્વના વિરાટ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં વધારાના 275 મેગાવોટ
સૌર ઉર્જા ઉત્પાદનની શરુઆત સાથે સીમાચિહ્ન સિદ્ધિમાં નોંધપાત્ર યોગદાન

ખાવડા અને પ્રક્લ્પના અન્ય સ્થળોએ પ્રગતિની તેજતરાર વૃદ્ધિ ગતિને ટકાવી રાખશે

અમદાવાદ, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા (આરઇ) કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ તેના કામકાજના પોર્ટફોલિયોના 12,000 મેગાવાટના રેકોર્ડને વટાવી દેવા સાથે રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનના સીમાચિહ્ન પર પહોંચનારી ભારતની પહેલી અને એકમાત્ર રિન્યુએબલ એનર્જી કંપની બની છે. કંપનીના 12,258.1 મેગાવોટના પોર્ટફોલિયોમાં 8,347.5 મેગાવોટ સૌર,1,651 મેગાવોટ પવન અને 2,259.6 મેગાવોટ વિન્ડ-સોલર હાઇબ્રિડ ક્ષમતા સામેલ છે.

​2030 સુધીમાં 50,000 મેગાવોટ સ્વચ્છ, સસ્તી અને વિશ્વસનીય વીજળી પહોંચાડવાના કંપનીના સંકલ્પને આ સિધ્ધિ રેખાંકીત કરે છે. 12,258.1 મેગાવોટના કામકાજનો વર્તમાન પોર્ટફોલિયો 62 લાખથી વધુ ઘરોને વીજળી આપશે અને વાર્ષિક આશરે 22.64 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળશે. ઉત્સર્જનમાં આ મબલખ ફેરફાર 1,078 મિલિયન વૃક્ષો દ્વારા સિક્વેટેડ કાર્બન બરાબર છે. ભારતના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકમાં અદાણી ગ્રીન એનર્જીનો ફાળો હાલમાં 12,258.1 મેગાવોટ થયો છે. આ સાથે ભારતના રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સૌથી મોટા ગ્રીનફિલ્ડ વિસ્તરણ નોંધાવનાર કરનાર કંપની બની છે. જે ભારતના યુટિલિટી-સ્કેલ સૌર અને પવન સ્થાપિત ક્ષમતાના લગભગ 10%નું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતમાં યુટિલિટી-સ્કેલ સોલર ઇન્સ્ટોલેશન્સમાં 13% ફાળો આપે છે.

​કચ્છના ખાવડા ખાતે 538 ચો.કિ.મી. વિસ્તારમાં તેજ ગતિએ નિર્માણ થઇ રહેલા દુનિયાના વિરાટકાય 30,000 મેગાવોટની ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં અત્યાર સુધીમાં અદાણી ગ્રીન એનર્જીએ કુલ 2,824.1 મેગાવોટ ક્ષમતા કાર્યાન્વિત કરી છે. ખાવડા ખાતે પુુરઝડપેે થઇ રહેલી પ્રગતિ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ બળતણ ક્ષમતાના ભારતના લક્ષ્ય પ્રત્યે અદાણી એનર્જીના સંકલ્પને રેખાંકીત કરે છે. અદાણી ઇન્ફ્રા.ની અમલીકરણની ક્ષમતા,અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની ઉત્પાદકીય કુશળતા, અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસીસ લિ.ની કામકાજની નિપુણતા અને કંપનીના વ્યૂહાત્મક ભાગીદારોની મજબૂત સપ્લાય ચેઇનનો સંગીન સમન્વય આ પ્રકલ્પને લક્ષિત સમયાવધિ સુધીમાં સંપ્પન કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button