₹4.37 લાખની ચોરી બાદ પણ 3 દિવસ સુધી FIR નહીં નોંધાતા શિનોર પોલીસની કામગીરી પર સવાલ

₹4.37 લાખની ચોરી બાદ પણ 3 દિવસ સુધી FIR નહીં નોંધાતા શિનોર પોલીસની કામગીરી પર સવાલ

શિનોર તાલુકાના સાધલી મુકામે મનન વિદ્યાલયમાં ગત તારીખ 15 મી મોડી રાત્રે રૂપિયા 4,37,700 ની ચોરી ચોરો કરી ગયા હતા, પોલીસ સ્થળ પર આવી હતી, પરંતુ ત્રણ દિવસ થયા હોવા છતાં ચોરીની એફ.આઇ.આર. નોંધતી નથી, એ કડવી હકીકત છે.
સાધલી મુકામે તારીખ15 ડિસેમ્બર મોડી રાત્રે મનન વિદ્યાલય સાધલીમાં તાળુ કાપીને ધાબડા ઓઢીને આવેલા ત્રણ ચોરો જુદા જુદા સદરના ₹4,37,700-00 ની ચોરી કરી ગયા હતા, જે શાળાના સીસીટીવી કુટેજમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. પોલીસ વહેલી સવારે જાણ થતા સ્થળ પર આવી અને સામાન્ય તપાસ કરી ગયા અને આ રૂમમાં પડી રહેલ કોઈ પણ વસ્તુ કોઈ અડવી નહીં ,તેવી સૂચના આપી રહ્યા હતા, જે આજે ત્રણ દિવસ થયા હોવા છતાં પણ જેવી ને તેવી હાલમાં પડી રહી છે અને કોઈપણ આ ખુલ્લા રૂમમાં જઈ શકતું નથી, છતાં પણ આજ દિન સુધી શિનોર પોલીસે આ ચોરીની ફરિયાદ નોંધેલ નથી અને ગમે તે બહાના બતાવીને ફરિયાદ નોંધવામાં ખો આપી રહ્યા છે. શિનોર તાલુકામાં ગમે તે કારણોસર પોતાનો રેકોર્ડ ના બગડે તે માટે શિનોર પોલીસ ચોરીની ફરિયાદ નોંધતું નથી. સાધલીમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન આવેલ છે ,જેમાં એક પી.એસ.આઈ,, એક હેડ કોન્સ્ટેબલ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલો સર્વિસ કરે છે. છતાં આ લખાય છે ત્યાં સુધી ચોરીની ફરિયાદ નોંધેલ નથી એ શિનોર પોલીસ માટે શરમની વાત છે.
પોલીસ રેકોર્ડમાં પ્રોહીબિશનના કેસો બતાવવાના હોય અથવા તો જુગાર ધારાના કેસો ના લક્ષ્યાંક બતાવવાના હોય તો શિનોર પોલીસ જાતે ફરિયાદી બનીને તાત્કાલિક ગુના નોંધે છે. જ્યારે જાહેર સ્થળ પર આવેલ મનન વિદ્યાલય માં રૂપિયા 4,07,700 રોકડાની ચોરી થઈ હોવા છતાં પણ શિનોર પોલીસના પેટનું પાણી હાલતું નથી જેથી શિનોર પોલીસની કામગીરી પ્રત્યે શંકા કુશંકા વ્યાપેલ છે. આ ચોરીની ફરિયાદ માત્ર પોલીસ નોંધતી ના હોવાના કારણે મોડી નોંધાશે કે કેમ ????એ ચર્ચાનો વિષય બનેલ છે.



