ગજાનન આશ્રમ શીલા પુજનનો કાર્યક્રમ 8મીએ

ગજાનન આશ્રમ શીલા પુજનનો કાર્યક્રમ 8મીએ
માં નર્મદાના કિનારે આવેલ ગજાનન આશ્રમ નું સંપૂર્ણ નવનિર્માણ કરવાનું હોય ઋષિકા દીકરીઓ ના પવિત્ર હસ્તે ભૂમિ પૂજન તથા શીલા પુજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહેનાર છે.
નર્મદા કિનારે આવેલા ગજાનન આશ્રમ, માલસર તા.શિનોર જી.વડોદરા ને આધુનિકતા તથા આધ્યાત્મિકતાથી ભરપૂર ઋષીકુમારો તથા ઉમાશંકર વૃધ્ધાશ્રમ માટે નવી બિલ્ડીંગોનું નિર્માણ, તથા ભોજનશાલા, કથા-ધ્યાન-યોગ માટે હોલ, નર્મદા પરીક્રમા વાસી તથા મહેમાનો માટે સુંદર રહેણાંક, યજ્ઞશાળા ગૌશાળા તથા વિશાળ ઘાટનું નિર્માણ માટેનું ભૂમિપૂજન તારીખ:- 8-11-2024 ને શુક્રવારે સવારે 10.00 કલાકે રાખેલ છે. ભૂમિ પૂજન તથા શીલા પૂજન સંસ્કૃત ભાષાની તજજ્ઞતા ધરાવતી ઋષિકા દીકરીઓ ચિરંજીવી પ્રેરણા જોશી તથા ચિરંજીવી વિદ્યા જોશી કરનાર છે અને આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ખાસ કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી પાણી પુરવઠા ,અન્ન નાગરિક પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહ નિર્માણ તથા ગુજરાતના કન્વીનર અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હાજર રહેનાર છે. પરમ પૂજ્ય ગુરુદેવ તથા પૂજ્ય માતાજી દ્વારા આ પ્રસંગે પધારવા આમંત્રણ પાઠવેલ છે.