તોડબાજોની ધરપકડ:સચીન નોટિફાઈડના ચેરમેનને ધમકી આપી બે તોડબાજોએ આટલા લાખ ની ખંડણી માંગી જુઓ કોણ છે એ તોડ બાજ

સુરત: મને 10 લાખ ઉઘરાવી આપો તો હું GPCBમાં કરેલી અરજી ફાઇલે કરાવી દઉં ફરિયાદ નોંધાતા સચીન જીઆઇડીસી પોલીસે બન્ને તોડબાજોની ધરપકડ કરી ગ્લોબ એન્વીરો, સચીન ઈન્ફા તેમજ કલર ટેક્સ પાસેથી મને 10 લાખ ઉઘરાવી આપો તો હું GPCBમાં કરેલી અરજી ફાઇલે કરાવી દઉ, આથી, સચીન નોટીફાઈડ એરિયાના ચેરમેને આવું કામ ન કરતાં હોવાનું કહેતા હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપતાં ચેરમેને પોલીસમાં અરજી આપી હતી.
આ અંગે પોલીસે ફરિયાદ લઈ તોડબાજ જીતેન્દ્ર ઉર્ફે જીતુ મધુકર મેઢે(રહે,લક્ષ્મીનારાયણ રેસીડન્સી, ભેસ્તાન) અને રાજુ પુના ભરવાડ(રહે,ગોકુલનગર, સચીન) સામે ખંડણી અને ધમકીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.ગત તા. 25મી મેએ ચેરમેન પર GPCBના અધિકારીનો કોલ આવ્યો હતો. જેમાં કહ્યું કે ગ્લોબ એન્વીરો, સચીન ઈન્ફા તેમજ કલર ટેક્ષની ફરિયાદ મળી છે પરંતુ જગ્યા મળતી ન હતી. આથી તેઓએ ચેરમેનની મદદ લીધી હતી.
ચેરમેન સાથે GPCBના ઓફિસરો સચીન જીઆઇડીસી ગભેણી ગામની ગ્લોબ એન્વીરો, સચીન ઈન્ફા તેમજ કલર ટેક્ષ કંપની પર પહોંચ્યા હતા. તે સમયે કંપનીના કર્મચારીઓ હાજર હતા. તે સમયે બે ઈસમોએ પૈકી જીતેન્દ્રએ ન્યુઝ ચલાવું છું કહીને વિડીયો અને ફોટોગ્રાફ GPCBમાં મોકલી આપી ફરિયાદ કરી છે. પછી GPCBમાંથી અરજી પાછી ખેંચવા માટે 10 લાખની માંગણી કરી હતી. તોડબાજોએ ચેરમેનને કહ્યું કે તમે મને ઓળખતા નથી, મારી પાસે ખૂબ માથાભારે માણસો છે, અમે ભલ ભલાને જોઈ લીધા છે. કેટલાયે લોકો અમારી સામે ઝુકી ગયા છે, તમે 10 લાખ નહી અપાવો તો અમે તમને જોઈ લઈશું, તમારા હાથ-પગ સલામત નહિ રહે, આથી ચેરમેન મહેન્દ્ર રામોલીયા ડરીને ત્યાંથી નીકળી ગયા હતા. આરોપી જીતેન્દ્ર અગાઉ મારામારીમાં પકડાયો હતો.
લારીવાળા પાસે 10 હજારની ખંડણી માંગતા ધરપકડ
પાંડેસરા, કૈલાશ ચોકડી પાસે લારીઓ બંધ કરાવવા પાલિકા અને પોલીસમાં અરજી કરી છેલ્લા દોઢ વર્ષથી લારીવાળા પાસેથી મહિને 300નો હપ્તો ઉઘરાવતાં દૈનિક અખબારના તોડબાજ તંત્રીએ 10 હજારની ખંડણી માંગતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે દૈનિક અખબારના તોડબાજ તંત્રી દિલીપ કેશવ પારઘી(રહે,સંકલ્પ કોમ્પલેક્ષ, બમરોલી રોડ) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. દિલીપ વર્ષ નવેમ્બર-21થી લારીવાળા પાસેથી મહિને 300નો હપ્તો લેતો હતો. એટલું જ નહિ લારીવાળા પાસેથી 10 હજારની ખંડણી માંગી પૈસા ન આપે તો તેનું પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. જેના કારણે લારીવાળાએ કંટાળીને પોલીસમાં ફરિયાદ આપી હતી