શિનોરના મોટા કરાડા ગામમાં રક્તપિતના બે નવા MB કેસ મળી આવ્યા

શિનોરના મોટા કરાડા ગામમાં રક્તપિતના બે નવા MB કેસ મળી આવ્યા
✍️હસમુખ પટેલ, સાધલી
રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત શિનોર તાલુકાના મોટા કરાડા ગામમાં રક્તપિતના વયસ્ક બે નવા MB કેસ નોંધાયા છે. બંને દર્દીઓને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
શિનોર તાલુકામાં 08 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર 2025 દરમિયાન LCDC રક્તપિત શોધ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં આશા વર્કર તથા પુરુષ વોલન્ટીયરો દ્વારા મમતા દિવસ સિવાય ઘરઆંગણે તપાસ કામગીરી કરવામાં આવે છે.
રક્તપિતમાં ચામડી પર આછું, ઝાંખું, લાલાશ પડતું અને સંવેદના વિનાનું ચાઠું જોવા મળે છે. MDT સારવારથી રક્તપિત પૂરેપૂરી રીતે સાજો થઈ શકે છે, અને વડોદરા જિલ્લામાં રક્તપિત નાબૂદી માટે સક્રિય કામગીરી ચાલી રહી છે. સમગ્ર જિલ્લામાં સરકારી દવાખાનાઓમાં રક્તપિતનું નિદાન અને સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
આ અભિયાનના ભાગરૂપે મોટા કરાડા ગામે મળી આવેલા બંને દર્દીઓને તરત જ સારવાર પર મુકવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.



