ઉતરાજ ગામે આયુર્વેદ વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ઉતરાજ ગામે આયુર્વેદ વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
શિનોર તાલુકાના ઉતરાજ ગામે આજે સરકારી આયુર્વેદ દવાખાના મોટા કરાડાના મેડિકલ ઓફિસર ડૉ. દેવાંશી પંડ્યા દ્વારા, ઉતરાજ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના સહયોગથી સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો. આ કેમ્પમાં કુલ 70થી વધુ દર્દીઓએ લાભ લીધો.
નિયામક આયુષ, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી વડોદરા ના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન 11-12-2025, ગુરુવારના રોજ સવારે 10:00 થી 1:00 વાગ્યા સુધી કરવામાં આવ્યું.
કેમ્પ દરમિયાન આયુર્વેદનું મહત્વ, ઋતુ મુજબના આહાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ શરદી, તાવ, ઉધરસ, ચામડીના રોગો, પેટના રોગો, હરસ-મસા, સાંધા દુખાવા, ડાયાબિટીસ, બીપી સહિતના રોગોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું. જરૂરી દર્દીઓને આયુર્વેદિક દવાઓ પણ મફતમાં આપવામાં આવી.
કેમ્પમાં યોગ શિક્ષક ક્ષમાબેન તથા કમલેશભાયે પ્રત્યક્ષ યોગ પ્રદર્શન કર્યું હતું, જેનાથી લોકો પ્રભાવિત થયા. ગામની આશા વર્કરો સતત હાજર રહી સેવા આપી.



