સુરતના પ્રાધ્યાપક દંપતિનો ૧૨ વર્ષીય પુત્ર તનય કોડેવરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા કતાર જશે

સુરતના પ્રાધ્યાપક દંપતિનો ૧૨ વર્ષીય પુત્ર તનય કોડેવરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા કતાર જશે
ગુડગાંવમાં રમાયેલી નેશનલ સ્પર્ધામાં તનયે જોડીદાર રિધાન સાથે દ્વિતીય ક્રમ મેળવ્યો:
હરિયાણાના ગુડગાંવ ખાતે યોજાયેલી નેશનલ કોડેવરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોડિંગ સ્પર્ધામાં સુરતના તનય પટેલ અને રિધાનની જોડીએ દેશભરના સ્પર્ધકો સાથે સ્પર્ધા કરીને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. આવતા મહિને કતારમાં યોજાનાર ઇન્ટરનેશનલ કોડેવર સ્પર્ધામાં ભાગ લેવા આ બેલડી પસંદગી પામી છે.
સાતથી અઢાર વર્ષના વય જૂથના રાષ્ટ્રીય રાઉન્ડમાં આ જોડીએ પિક્ટોબ્લોકસનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને ટોચની પ્રતિભાઓને ટક્કર આપી હતી.
પ્રા. રવિ પટેલ અને પ્રા. પારૂલ પટેલનો બાર વર્ષીય પુત્ર તનય સુરતની રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેને વાંચન અને લેગો બિલ્ડિંગનો જબરો શોખ છે.
કોડેવરની રમત બાળકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયન્સ ટેક્નોલોજી, મેથેમેટિક્સ અને જનરલ નોલેજ જેવા વિષયોમાં પારંગત બનાવીને આવતીકાલના કુશળ યુવાધનનું નિર્માણ કરવામાં મહત્વનું પ્રદાન કરે છે.