તળાદ વિભાગ માધ્યમિક શાળામાં આંતર વર્ગીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેણી 11 ચેમ્પિયન

તળાદ વિભાગ માધ્યમિક શાળામાં આંતર વર્ગીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેણી 11 ચેમ્પિયન

ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદમાં શાળાનાં પ્લેગ્રાઉન્ડ ઉપર માધ્યમિક વિભાગની આંતર વર્ગીય ક્રિકેટની ફાઈનલ મેચ શ્રેણી 9 અને શ્રેણી 11 વચ્ચે યોજાઈ હતી. જેમાં શ્રેણી 11 ની ટીમ 15 રનથી વિજય મેળવી ચેમ્પિયન બની હતી જ્યારે શ્રેણી 9 ની ટીમ રનર્સઅપ રહી હતી. સદર ફાઈનલ મેચમાં શ્રેણી 11 નાં વિદ્યાર્થી રાઠોડ નયનને મેન ઑફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન ચાર્મીન દેવને બેસ્ટ બોલર પટેલ હર્ષને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ચેમ્પિયન ટીમ, રનર્સઅપ ટીમ અને સમગ્ર ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરનાર શિક્ષકગણ તેમજ કોમેન્ટ્રી આપનાર માધ્યમિક વિભાગનાં સુમવેલભાઈ વળવી, જીતેન્દ્રભાઈ પટેલ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં શૈલેષભાઈ પટેલનો શાળાનાં આચાર્ય જયેશભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓને સ્થાનિક કેળવણી મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.



