રાજનીતિ

શિનોર ભાજપમાં ‘આયાતી’ ઉમેદવારોનો દબદબો: 50% થી વધુ ટિકિટો પૂર્વ કોંગ્રેસીઓને મળતા જૂના કાર્યકરોમાં નારાજગી

શિનોર ભાજપમાં ‘આયાતી’ ઉમેદવારોનો દબદબો: 50% થી વધુ ટિકિટો પૂર્વ કોંગ્રેસીઓને મળતા જૂના કાર્યકરોમાં નારાજગી
શિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોમાં ભાજપના મગફળી ગણાતા (આયાતી) કાર્યકરોની બોલબાલા રહી છે અને 50% ઉપરાંત ઉમેદવારો અગાઉ કોંગ્રેસમાંથી આવેલા છે.
શિનોર તાલુકા પંચાયતની 16 બેઠકોમાં તાજેતરમાં ભરાયેલા ફોર્મ ની પરિસ્થિતિ જોતાં અગાઉ કોંગ્રેસમાં રહી ચૂકેલા 50% ઉપરાંતના ઉમેદવારોને ભાજપની ટિકિટ મળેલ છે, જ્યારે જિલ્લા પંચાયતમાં પણ ભાજપના બેમાંથી એક ઉમેદવાર અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે, અને તેનો સીધો ફાયદો અગાઉના કોંગ્રેસના પોતાના સાથી કાર્યકરો અને હાલમાં ભાજપના સંગઠનના કાર્યકરો ભેગા થવાથી તેઓની જીતની શક્યતાઓ વધી ગયેલ છે. ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 ના રોજ ધારાસભ્ય અક્ષય પટેલ તથા જિલ્લા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ ઉમેદવારોના મેન્ડેડ લઈને ચૂંટણી અધિકારીને આપ્યા હતા અને ભાજપના વિકાસ કામો ધ્યાને લઈને તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપ દ્વારા જે માર્ગદર્શિકા નક્કી થયેલ છે, તે મુજબ શિનોર તાલુકામાં 60 વર્ષથી ઉપરના કોઈને ટિકિટ આપેલ નથી, ત્રણ વખત ટિકિટ મેળવનારને ટિકિટ આપેલ નથી, જિલ્લા ડેલિગેટના પરિવારમાં ટિકિટ આપેલ નથી ,પરંતુ ત્રણ વર્ષથી પ્રાથમિક સભ્યો ના હોય તેને પણ ટિકિટો આપવામાં આવેલ છે, મૂળ ભાજપ અને સંઘના કાર્યકરોની પસંદગી થયેલ નથી, ભાજપ ની મૂળ વિચારધારા ને ઘણા વરેલા નથી, તેઓને ટિકિટ આપવામાં આવેલ છે. જેનો રોષ તથા અસંતોષ જુના કાર્યકરોમાં દેખાઈ આવે છે. ધારાસભ્ય અક્ષય પટેલ નો દબદબો શિનોર તાલુકામાં દેખાઈ આવે છે. ઉમેદવારોના ફોર્મ ભરવાના પ્રસંગે એકતા ની સાથે સાથે બે જૂથો સ્પષ્ટ દેખાઈ આવતા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button