એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.396 અને ચાંદીમાં રૂ.793નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.10 સુધર્યું
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.396 અને ચાંદીમાં રૂ.793નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.10 સુધર્યું
કોટન-ખાંડી વાયદો રૂ.220 ઘટ્યોઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10606 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.73361 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5672 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19027 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.83968.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10606.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.73361.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19027 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1144.59 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5672.55 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.77857ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.78144 અને નીચામાં રૂ.77780ના મથાળે અથડાઈ, રૂ.77747ના આગલા બંધ સામે રૂ.396 વધી રૂ.78143ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.201 વધી રૂ.62897ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.7753ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.375 વધી રૂ.78112ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.91200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91799 અને નીચામાં રૂ.90936ના મથાળે અથડાઈ, રૂ.90938ના આગલા બંધ સામે રૂ.793 વધી રૂ.91731ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.751 વધી રૂ.91694ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.752 વધી રૂ.91675ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1797.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો 70 પૈસા વધી રૂ.823.35ના ભાવ થયા હતા. જ્યારે જસત જાન્યુઆરી વાયદો રૂ.2 વધી રૂ.271.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.95 વધી રૂ.241.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 30 પૈસા વધી રૂ.176.7ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 3171.74 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.6313ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6323 અને નીચામાં રૂ.6277ના મથાળે અથડાઈ, રૂ.6307ના આગલા બંધ સામે રૂ.10 વધી રૂ.6317ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.6 વધી રૂ.6320ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.6 ઘટી રૂ.308.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.5.7 ઘટી રૂ.308.3ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.951ના ભાવે ખૂલી, 60 પૈસા ઘટી રૂ.947.3ના ભાવ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.220 ઘટી રૂ.54600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2657.26 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3015.29 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 955.38 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 261.38 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 55.80 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 525.22 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 673.47 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2498.27 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.80 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 3.00 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15272 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 24906 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7529 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 97309 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 27021 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44079 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 171487 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 13682 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16632 લોટના સ્તરે રહ્યો હતો.