ઝાડી ઝાંખરા તથા નહેરમાં દશામાની ભક્તો દ્વારા રઝળપાટ

ઝાડી ઝાંખરા તથા નહેરમાં દશામાની ભક્તો દ્વારા રઝળપાટ
સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલ ના ગૌસેવકો દ્વારા શહેરમાં આવેલ નહેર, જાહેર રસ્તાઓ, તળાવ પાસે થી 300 થી વધુ રઝળતી અર્ધવિસર્જિત દેવી દશામાતાની પ્રતિમાઓનું દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવ્યું.
દેવી દશામાતાના તહેવારની ઉજવણી દર વર્ષે સુરતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. લોકોની માં દશામાં પ્રત્યેની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી રહી છે પરંતુ દર વર્ષ ની જેવું જ આ વર્ષે પણ કેટલાક નાસમજ ભક્તો દ્વારા દેવી દશામાંની મૂર્તિ શહેરની વિવિધ નહેરો અને જાહેર રસ્તાઓ પર લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારે દશામાની મૂર્તિ રઝળતી હાલતમાં મૂકી ગયા હતા.
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે, અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી ગણેશજી અને દશામાની આવી અર્ધવિસર્જિત પ્રતિમાઓને ઉઠાવી શ્રદ્ધાભેર દરિયામાં પુનઃ વિસર્જનની કામગીરી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા શહેરમાં દર વર્ષે લોક જાગૃતિના કાર્યક્રમો તેમજ વહીવટી તંત્રને પણ આવું થતું હોય તેની પર રોક લગાવવાના સુચનો કરતા આવેલ. હવેથી સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસ દ્વારા પણ આવી જગ્યાઓએ એક દિવસ અગાઉ થી બંદોબસ્ત ગોઠવી ભક્તોને આવી જગ્યાઓએ વિસર્જન નહિ કરવા સમજાવતા આવ્યા છે. પરંતુ અમુક ભક્તો દ્વારા હજુ પણ તક નો લાભ લઇ પોતાની સરળતા માટે કોઈ પણ ઠેકાણે દેવી દેવતાની પ્રતિમાઓને વિસર્જન કરી દેવામાં આવે છે.
આ વર્ષે પણ આ બાબતની જાણ સંસ્થા ના અધ્યક્ષ આશિષ સૂર્યવંશી ને થતાં શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલના ગૌસેવકો અને સુરત મહાનગર પાલિકાના સહયોગ થી સીતાનગર થી મગોબ BRTS, પુણાગામ, પર્વત પાટિયા કેનાલ રોડ, ભગુભાઈ ની વાડી સારોલી રોડ વિગેરે વિસ્તારોમાં આવેલી નહેરો અને જાહેર રસ્તાઓ પર થી અર્ધ વિસર્જિત, રઝળતી ૩૦૦ થી વધુ માતાજીની પ્રતિમાઓને કાઢી હજીરા ના દરિયા ખાતે પુનઃવિસર્જન કરવામાં આવેલ.