Uncategorized

સુરત જિલ્લાની ૯ વિધાનસભાઓમાં બી.એલ.ઓ. દ્વારા ૨૭.૧૫ લાખ બારકોડવાળી મતદાર સ્લીપનું વિતરણ શરૂ: તા.૨જી મે સુધીમાં સ્લીપ વિતરણ પૂર્ણ કરાશે

 

સુરત જિલ્લાની ૯ વિધાનસભાઓમાં બી.એલ.ઓ. દ્વારા ૨૭.૧૫ લાખ બારકોડવાળી મતદાર સ્લીપનું વિતરણ શરૂ: તા.૨જી મે સુધીમાં સ્લીપ વિતરણ પૂર્ણ કરાશે

પ્રજ્ઞાચક્ષુઓ માટે ૫૬૪૭ મતદાર સ્લીપ બ્રેઇલ લિપીમાં તેમજ કુલ ૮.૯૧ લાખ વોટર ગાઈડનું વિતરણ કરાશે

તા.૭મી મે એ સુરત જિલ્લાના ૯ વિધાનસભા મતવિસ્તારમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.સૌરભ પારધીના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ થઈ રહી છે. મતદારોની સરળતા માટે બુથ લેવલ ઓફિસરો દ્વારા સુરત જિલ્લાની ૯ વિધાનસભાઓમાં કુલ ૨૭.૧૫ લાખથી વધુ બારકોડવાળી મતદાર સ્લીપનું વિતરણ શરૂ કરી દેવાયું છે.

સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-૨૪ બેઠકમાં આવતા ૭ વિધાનસભા મતવિસ્તારો સિવાય નવસારી અને બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ નવ વિધાનસભાઓ જેમાં ૧૫૬-માંગરોળ વિધાનસભામાં ૨,૨૮,૪૧૧, ૧૫૭-માંડવી વિધાનસભામાં ૨,૪૫,૯૫૭, ૧૫૮-કામરેજ વિધાનસભામાં ૫,૫૩,૦૪૨, ૧૬૩-લિંબાયત વિધાનસભામાં ૩,૦૭,૦૮૨, ૧૬૪-ઉધના વિધાનસભામાં ૨,૬૬,૧૩૪, ૧૬૫-મજુરા વિધાનસભામાં ૨,૮૦,૮૩૫, ૧૬૮-ચોર્યાસી વિધાનસભામાં ૫,૮૩,૭૪૨, ૧૬૯-બારડોલી વિધાનસભામાં ૨,૮૨,૦૫૨ અને ૧૭૦-મહુવા વિધાનસભામાં ૨,૩૦,૦૫૫ મળીને કુલ ૨૭,૧૫,૮૦૭ લાખ જેટલી બારકોડવાળી મતદાર સ્લીપનું બૂથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવી રહ્યું છે. તા.૨જી મે સુધીમાં દરેક વિધાનસભ્યઓમાં મતદાર સ્લીપ વિતરણનું કાર્યું પૂર્ણ કરાશે.

બારકોડવાળી મતદાર સ્લીપમાં પ્રિન્ટ કરાયેલા બારકોડને સ્કેન કરતા જ મતદાનની તારીખ અને સમય સાથે મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, ભાગ નંબર તથા ભાગનું સરનામું, મતદારનો ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઇ.ઓ.ની વેબસાઇટ, સી.ઇ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નં. ૧૯૫૦ સહિતની વિગત દર્શાવવામાં આવી છે. તદુપરાંત, ઉપરોક્ત ૯ વિધાનસભાના ૫૬૪૭ પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલલિપીમાં મતદાર સ્લીપ છાપવામાં આવી છે.

સાથોસાથ મતદારો માટે કુલ ૮.૯૧ લાખ વોટર ગાઈડ(મતદારો માટેની માર્ગદર્શિકા) પુસ્તિકા છાપવામાં આવી છે. જેમાં ૧૫૬-માંગરોળ વિધાનસભામાં ૬૨૨૮૮, ૧૫૭-માંડવી વિધાનસભામાં ૬૦૨૯૫, ૧૫૮-કામરેજમાં ૧,૭૪,૬૭૭, ૧૬૩-લિંબાયતમાં ૮૯૮૪૧, ૧૬૪-ઉધનામાં ૮૮૧૭૨, ૧૬૫-મજુરામાં ૮૧૮૭૫, ૧૬૮-ચોર્યાસીમાં ૧,૯૩,૪૮૫, ૧૬૯-બારડોલીમાં ૮૦૮૨૯ અને ૧૭૦-મહુવા વિધાનસભામાં ૫૯૮૦૯ સહિત કુલ ૮,૯૧,૨૭૧ લાખ પુસ્તિકાનું ડોર ટુ ડોર વિતરણ પણ બુથ લેવલ ઓફિસરો કરી રહ્યા છે. સુરત-૨૪ બેઠકના ૭ વિધાનસભા સિવાય અન્ય ૯ વિ.સ. વિસ્તારોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાતા વિવિધ કાર્યક્રમો થકી નાગરિકોને મહત્તમ મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button