ગુજરાત
જુઓ ભાગળ પર સુરતીલાલાઓએ સર્જ્યો ‘કુંભ’ જેવો માહોલ

જુઓ ભાગળ પર સુરતીલાલાઓએ સર્જ્યો ‘કુંભ’ જેવો માહોલ
ભારતની જીતની ઉજવણીમાં ડૂબ્યું સુરત
સુરતીલાલાઓએ ઉજવણીમાં કોઇ કસર ના છોડી
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે મેચમાં ભારતની ભવ્ય જીત થતાં ગુજરાતમાં જશ્ન જોવા મળ્યો હતો.
લોકો તિરંગા સાથે રોડ પર ઉતરી આવ્યાં હતાં અને ભારતની જીતને બિરદાવી હતી. સુરતના ભાગળ ચાર રસ્તા પર સુરતીલાલાઓએ ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો. ભાગળથી ચોક સુધીના રસ્તે તિરંગા સાથે હકડેઠઠ લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. જ્યારે વલસાડ શહેરના આઝાદ ચોક ખાતે ક્રિકેટ રસિકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.