રોકાણકારોએ અદાણી જૂથમાં દાખવ્યો અતૂટ વિશ્વાસ, ક્વાર્ટરમાં કર્યું ભારે રોકાણ

રોકાણકારોએ અદાણી જૂથમાં દાખવ્યો અતૂટ વિશ્વાસ, ક્વાર્ટરમાં કર્યું ભારે રોકાણ
અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ સહિત 5 ગ્રુપ કંપનીઓમાં રોકાણ વધ્યું
અદાણી ગ્રૂપની કંપનીઓમાં નાણાંનું રોકાણ સ્થાનિક રોકાણકારો માટે આકર્ષક બન્યું છે. રોકાણકારોએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ સહિતની પાંચ ગ્રૂપ કંપનીઓમાં રોકાણ વધાર્યું છે. BSEના શેરહોલ્ડિંગ ડેટાના વિશ્લેષણ મુજબ ડિસેમ્બર ક્વાર્ટરમાં સ્થાનિક રોકાણકારોએ અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ સહિતની પાંચ ગ્રૂપ કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો હતો. જેમાં અદાણી વિલ્મર અને સિમેન્ટ કંપનીઓ અંબુજા અને ACCનો સમાવેશ થાય છે. ત્રિમાસિક ગાળા દરમિયાન સિમેન્ટ કંપનીઓ અંબુજા અને એસીસીનો હિસ્સો હસ્તગત કરવામાં આવ્યો છે.
BSE પર ઉપલબ્ધ શેરહોલ્ડિંગ ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે ક્વાર્ટર દરમિયાન અન્ય જૂથ કંપનીઓ કે જેમાં હિસ્સો વધ્યો છે. તે અદાણી જૂથ વિશે સ્થાનિક રોકાણકારોમાં પોઝીટિવ સેન્ટીમેન્ટ અને વિશ્વાસમાં વૃદ્ધિ દર્શાવે છે. શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીનમાં તેમનો હિસ્સો વધારીને 1.67 ટકા કર્યો છે જે અગાઉના ક્વાર્ટરમાં 1.36 ટકા હતો.
અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં નોંધપાત્ર વધારા સાથે ગ્રૂપનો કુલ શેરહોલ્ડર બેઝ 5 ટકા વધીને 68.82 લાખ થયો હતો. શેરહોલ્ડિંગના ડેટા પ્રમાણે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) એ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીનમાં તેમનો હિસ્સો અગાઉના ક્વાર્ટરમાં 1.36 ટકાથી વધારીને 1.67 ટકા કર્યો હતો. તો અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં શેરધારકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અદાણી ટોટલ ગેસમાં પોતાનો હિસ્સો 6.02 ટકાથી વધારીને 6.26 ટકા કર્યો હતો. જો કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) જૂથમાં હિસ્સો રાખવા અંગે મિશ્ર વલણ દાખવ્યું હતું.
રોકાણકારો ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપમાં બુલિશ થયા હોવાનું જણાઈ રહ્યું છે. નોંધનીય છે કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડને બાદ કરતાં તમામ એન્ટિટીમાં તેમના શેરહોલ્ડિંગમાં નજીવો વધારો કર્યો છે અથવા જાળવી રાખ્યો છે.
ક્વાર્ટર દરમિયાન અદાણી પાવર અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં DIIનું શેરહોલ્ડિંગ યથાવત રહ્યું હતું. DII એનડીટીવીમાં કોઈ હિસ્સો ધરાવતા નથી. ડિસેમ્બરમાં અદાણી ગ્રૂપની 10 કંપનીઓએ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 3 લાખ કરોડનો ઉમેરો કર્યો હતો અને ડિસેમ્બરના અંતે ગ્રૂપનો એમકેપ રૂ. 14.2 લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પગલે આ વર્ષે 3 જાન્યુઆરીના રોજ એમકેપ રૂ. 15 લાખ કરોડનો આંકડો વટાવી ગયો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સમૂહ સામેના આક્ષેપોને વિશેષ તપાસ ટીમ અથવા સીબીઆઈ દ્વારા વધુ તપાસની જરૂર નથી અને મૂડી બજાર નિયમનકાર સેબીને તેની તપાસ પૂર્ણ કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી ગ્રૂપને આપવામાં આવેલી ક્લીનચીટ બાદ આ વર્ષે 3 જાન્યુઆરીએ ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 15 લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી ગ્રૂપને આપવામાં આવેલી ક્લીનચીટ બાદ આ વર્ષે 3 જાન્યુઆરીએ ગ્રૂપની કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 15 લાખ કરોડના આંકડાને વટાવી ગઈ હતી. 6.26 ટકા કર્યો છે. ગતવર્ષે, જાન્યુઆરી 2023માં હિંડનબર્ગના અહેવાલને પગલે અદાણી જૂથના શેરમાં વેચવાલી થઈ હતી. પરંતુ, આ બાબતે જેમ જેમ સ્પષ્ટતા આવતી ગઈ તેમ તેમ રોકાણકારો બુલીશ બનતા ગયા.