શિક્ષા

જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલની અધ્યક્ષાતામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધિકારી-કર્મચારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ ધરાવતી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક હેતુસર સ્માર્ટ ક્લાસના મહત્તમ ઉપયોગથી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે: જિલ્લા વિકાસ અધિકારી

અંતરિયાળ વિસ્તારમાં સ્થળાંતર થતા વિદ્યાર્થીઓ માટે સિઝનલ હોસ્ટેલની દરખાસ્ત તેમજ તમામ શાળાઓમાં ફાયર સેફટી અને ફાયર એન.ઓ.સી.બાબતે પુન: ચકાસણી કરવા જણાવતા જિલ્લા વિકાસ અધિકારી

Surat News: જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલની અધ્યક્ષાતામાં જિ.પંચાયતના સભાગૃહમાં જિ.પં. શિક્ષણ સમિતિના અધિકારી-કર્મચારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિ. પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિ.પ્રા. શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી (શિક્ષણ શાખા), તા.પ્રા. શિક્ષણાધિકારીઓ, બી.આર.સી.કો-ઓર્ડીનેટરો તથા સમગ્ર શિક્ષા કચેરીના તમામ સ્ટાફગણની કામગીરીની સમીક્ષા કરી જિ.વિકાસ અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

જિ.વિકાસ અધિકારીશ્રીએ ગુણોત્સવ ૨.૦ માં ઉચ્ચ ગ્રેડ પ્રાપ્ત શાળાઓ સાથે નીચા ગ્રેડવાળી શાળાઓ આગવું આયોજન કરી ઉંચો ગ્રેડ પ્રાપ્ત કરે તેવું સૂચવ્યુ હતું. પ્રા. શાળાઓના જર્જરિત ઓરડાઓ અંગે ચર્ચા કરી તેને નિયમોનુસારની કાર્યવાહી કરી દૂર કરવા જણાવ્યુ. તેમજ નવા ઓરડાઓ, ખૂટતા શૌચાલયો, MDM શેડ અંગે તાત્કાલિક દરખાસ્ત કરવા સૂચના આપી હતી. કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ ધરાવતી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક હેતુસર સ્માર્ટ ક્લાસનો મહત્તમ ઉપયોગ કરે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે તેના પર ભાર મૂક્યો હતો.

જિ.વિ.અધિકારીશ્રીએ શાળાના તમામ બાળકો વાંચન-લેખન-ગણનમાં પારંગત બને તે સુનિશ્ચિત કરવા ભારપૂર્વક જણાવી જિ.પં. સંચાલિત છાત્રાલયોનો રિવ્યુ કરી તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા સૂચના આપી હતી. તેમણે KGBV (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય)ના ધો. ૧૦ તથા ધો.૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)માં આવેલા ૧૦૦% પરિણામને બિરદાવ્યુ હતું અને શાળા-પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે અંતરિયાળ વિસ્તારમાં સ્થળાંતર થતા વિદ્યાર્થીઓ માટે સિઝનલ હોસ્ટેલની દરખાસ્ત કરવા તેમજ તમામ શાળાઓમાં ફાયર સેફટી અને ફાયર એન.ઓ.સી.બાબતે પુન: ચકાસણી કરવા તેમજ નિવૃત્ત થનાર શિક્ષકોને તમામ લાભો સમયસર, સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. દિવ્યાંગ બાળકોને મળવાપાત્ર તમામ લાભોની DBT મારફતે થતી ચૂકવણીની સરાહના કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button