બોગસ માર્કશીટ કૌભાંડમાં મોટા વરાછાના વિશાલ તેજાણીના જામીન કોર્ટે નકારી કાઢ્યા

બોગસ માર્કશીટ કૌભાંડમાં મોટા વરાછાના વિશાલ તેજાણીના જામીન કોર્ટે નકારી કાઢ્યા
સુરત ઉત્રાણ ખાતેથી પકડાયેલા બોગસ માર્કશીટ કૌભાંડમાં સંડોવાયેલા મોટા વરાછાના વિશાલ તેજાણીના જામીન કોર્ટે નકારી કાઢ્યા હતા. સુરત શહેરમાંથી પકડાયેલા ખોટા સર્ટીફિકેટ અને બોગસ માર્કશીટ કૌભાંડમાં ઉત્રાણ પોલીસે વિશાલ મહેશ તેજાણી(ઉ.વ.૩૫, રહે. શાબરીધામ રો-હાઉસ, સુદામા ચોક પાસે, મોટા વરાછા)ની ધરપકડ કરી હતી. વિશાલ તેજાણીએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી. સરકારી વકીલ તેજસ એ પંચોલીએ પોલીસનુ સોગંદનામુ કોર્ટ સમક્ષ રજૂ કરી જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટનુ ધ્યાન દોરતા દલીલ કરી હતી કે આરોપીએ ગુનામાં સંપુર્ણ ભાગ બવ્યો છે. વિશાલ તેજાણીએ મુખ્ય આરોપી સાથે ભેગા મળીને ભાગીદારીમાં વિઝાની ઓફિસ ખોલી હતી અને ખોટા સર્ટીફિકેટ તેમજ બોગસ માર્કશીટ બનાવી હતી. નિલકંઠ દેવાણી સાથે આરોપી વિશાલ ભાગીદારીમાં ધંધો કરતો હતો. બોગસ માર્કશીટ આધારે વિદેશ સ્ટુડન્ટ વિઝા પર મોકલવાનુ પણ કામ કરતા હતા આરોપી પાસેથી મોબાઈલ તેમજ લેપટોપ કબજે કરવામાં આવ્યો છે જેમાંથી ડેટા તેમણે ડિલીટ કર્યા હતા એફએસએલના રિપોર્ટ મેળવવાના બાકી છે આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ છે જેથી જામીન રદ કરવા દલીલ કરી હતી. કોર્ટે આરોપીના જામીન રદ કર્યા હતા.