મોટોરોલાએ એજ50 અલ્ટ્રા પ્રસ્તુત કર્યો; મેજિક કેન્વાસ, એઆઈ પાવર્ડ પ્રો-ગ્રેડ કેમેરા તથા ફોન, પીસી અને ટેબ્લેટ વચ્ચે એકબીજા સાથે જોડાણનો સરળતાપૂર્વક અનુભવ માટે સ્માર્ટ કનેક્ટ જેવી એઆઈ પાવર્ડ જનરેટિવ એઆઈ ખાસિયતો ભારતીય ફ્લેગશિપ સ્માર્ટફોન બજારમાં પરિવર્તનનો પવન ફૂંકશે

- મોટોરોલા એજ 50 અલ્ટ્રા મોટો એઆઈથી પાવર્ડ છે અને તેમાં ઉપભોક્તાનાં વસ્ત્રને સુસંગત થીમ જનરેટ કરવા ઇમેજ આધારિત ટેક્સ્ટ પ્રોમ્પ્ટ્સ અને સ્ટાઇલ સિંક આધારિત ઇમેજ જનરેટ કરવા એઆઈ મેજિક કેન્વાસ જેવી નવીન જેન એઆઈ ખાસિયતો સામેલ છે
- એની પ્રો-ગ્રેડ કેમેરા સિસ્ટમ મોટો એઆઈથી સજ્જ સૌથી અદ્યતન કેમેરા ટેકનોલોજી સાથે આકર્ષક ફોટો અને વીડિયો સરળતાપૂર્વક ખેંચે છે, જે એને બ્રાન્ડની અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી કેમેરા સિસ્ટમ બનાવે છે
- મોટોરોલા એજ 50 અલ્ટ્રાને 50MP મેઇન કેમેરા પર ગર્વ છે, જે મોટા 4μm પિક્સેલ સાઇઝ સાથે મુખ્ય 1/1.3″ સેન્સર ધરાવે છે, જે દરેક સ્થિતિમાં શાર્પ અને બ્રાઇટ ફોટો માટે અગાઉની પેઢીથી 20 ટકા વધારે લાઇટ શોષે છે
- ઉપરાંત કેમેરા સિસ્ટમ વિશ્વનો પ્રથમ OIS સાથે 64MP 3x ટેલીફોટો ઓપ્ટિકલ ઝૂમ લેન્સ અને 100x અદ્યનત હાઇબ્રિડ ઝૂમ ધરાવે છે
- મોટોરોલા એજ 50 અલ્ટ્રા પરિવર્તનકારક સ્માર્ટ કનેક્ટની નવીન ખાસિયત આવે છે, જે ઉપકરણો વચ્ચે ફાઇલની સરળ વહેંચણી, ફોન એપને સ્ટ્રીમ અને તમામ ફોન, પીસી, ટેબ્લેટ વગેરેમાંથી વહેંચણી માટે સરળ જોડાણ સુનિશ્ચિત કરે છે
- આ લગભગ બોર્ડરલેસ 7″ pOLED કર્વ્ડ ડિસ્પ્લે ધરાવે છે, જે સુપર HD (1220p) રિઝોલ્યુશન ધરાવે છે, જે માની ન શકાય એવી ઝડપી 144Hz રિફ્રેશ રેટ અને ખરાં અર્થમાં પેન્ટોન દ્વારા માન્ય જીવંત કલરો આપે છે
- મોટોરોલા એજ 50 અલ્ટ્રા સેગમેન્ટમાં એકમાત્ર 125W ટર્બોપાવર™ ચાર્જ સાથે ટર્બોપાવર™ 50W વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે. આ સેગમેન્ટમાં એકમાત્ર ફોન છે, જે 10W વાયરલેસ પાવર શેરિંગ પણ ધરાવે છે
- સ્માર્ટફોન વિશ્વનું પ્રથમ FSC-પ્રમાણિત રિયલ વૂડ ફિનિશ ધરાવે છે, જે પ્રકૃતિથી પ્રેરિત છે અને પર્યાવરણને અનુકૂળ પેકેજિંગમાં લાકડાની હળવી સુગંધ ધરાવે છે અને બોક્ષમાં આબોહવાને અનુકૂળ કલર ફોન કેસ ધરાવે છે
- મોટોરોલા એજ 50 અલ્ટ્રા 12GB RAM + 512GB સ્ટોરેજ સાથે 18 જૂન, 2024નાં રોજ ફ્લિપકાર્ટ, in અને અગ્રણી રિટેલ સ્ટોર્સમાં ફક્ત રૂ. 49,999*ની અસરકારક કિંમત સાથે વેચાણ માટે ઉપલબ્ધ થશે
18 જૂન, 2024: મોબાઇલ ટેકનોલોજી અને ઇનોવેશન કે નવીનતામાં આંતરરાષ્ટ્રીય અગ્રણી મોટોરોલાએ આજે એજ ફ્રેન્ચાઇઝમાં એનો સૌથી અદ્યતન ફોન મોટોરોલા એજ 50 અલ્ટ્રા પ્રસ્તુત કર્યો હતો. એજ 50 સીરિઝમાં લેટેસ્ટ વધારો મોટોરોલા એજ 50 અલ્ટ્રા એક એવો સ્માર્ટફોન છે, જે ઇન્ટેલિજન્સ અને કળાથી ભરપૂર છે, જે એને પોતાનાં સેગમેન્ટમાં ખરેખર અનોખો અને વિશિષ્ટ બનાવે છે. આ સ્વાભાવિક રીતે ઇન્ટેલિજન્ટ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં મોટો એઆઈની સુવિધા છે, જેમાં એઆઈ જનરેટિવ થીમિંગની સાથે સ્ટાઇલ સિંક, ઇમેજને તરત જનરેટ કરવા માટે ટેક્સ્ટની સાથે મેજિક કેન્વાસ અને અન્ય ઘણી અદ્યતન નવીનતા જેવા ફંક્શન સામેલ છે. આ ઉપરાંત સ્માર્ટફોન મોટોરોલા અત્યાર સુધીનો સૌથી પ્રભાવશાળી કેમેરા સિસ્ટમ સાથે આવે છે, જેમાં એઆઈ સંચાલિત પેન્ટોન™ વેલિડેટેડ કેમેરા છે. આ ઉપરાંત મોટોરોલા એજ 50 અલ્ટ્રા ક્રાંતિકારી સ્માર્ટ કનેક્ટ ફીચર પણ ધરાવે છે, જે ડિવાઇઝ વચ્ચે સ્વાભાવિક જોડાણની છૂટ આપે છે અને લગભગ બોર્ડરલેસ 6.7″ કર્વ્ડ, pOLED ડિસ્પ્લે, સુંદરતા સાથે તૈયાર કરેલી સામંજસ્યપૂર્ણ ડિઝાઇન અને સેમગેન્ટમાં 125W ટર્બોપાવર™ ચાર્જિંગની સાથે એકમાત્ર ટર્બોપાવર™ 50W વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે. સ્માર્ટફોન ઝડપી અને વધારે કાર્યદક્ષ પર્ફોર્મન્સ માટે 12GB RAM + 512GB સ્ટોરેજ અને ગોરિલા ગ્લાસ વિક્ટસ ડિસ્પ્લે પ્રોટેક્શન સાથે IP68 અંડરવોટર પ્રોટેક્શન સાથે આવે છે.
મોટો એઆઈ દ્વારા સંચાલિત મોટોરોલા એજ 50 અલ્ટ્રા એઆઈ મેજિક કેન્વાસ ફીચરની સાથે ઉપભોક્તાને પ્રસન્ન કરે છે, જે યુઝર્સને ટેક્સ્ટ ઇનપુટનાં માધ્યમથી ચિત્ર બનાવવાની છૂટ આપે છે, જેનાથી યુઝર્સની કલ્પના જીવંત થઈ જાય છે અને તમારાં કામ, વ્હોટ્સએપ શેર, મીમ્સ, કન્ટેન્ટ ક્રિએશન વગેરે ઘણી કામગીરી માટે કોઈ પણ કળા બનાવવી સરળ થઈ જાય છે. અવિશ્વસનિય જેનએઆઈ ખાસિયતો ઉપરાંત મોટાએઆઈને કેમેરા સિસ્ટમમાં સારી રીતે એકીકૃત કરવામાં આવી છે. મોટોરોલા એજ 50 અલ્ટ્રામાં એક પ્રો-ગ્રેડ કેમેરા સિસ્ટમ છે, જે મોટો એઆઈ દ્વારા સંચાલિત સૌથી અદ્યતન કેમેરા ટેકનિકની સાથે સરળતાપૂર્વક આશ્ચર્યજનક ફોટો અને વીડિયો કેપ્ચર કરે છે, જે આ બ્રાન્ડની અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી કેમેરા સિસ્ટમ બનાવે છે. કેમેરામાં સામેલ એઆઈ ખાસિયત એઆઈ એક્શન શોટ છે, જે સબ્જેક્ટ હલતાં ઝડપથી બ્લર-ફ્રી તસવીરો લે છે, એઆઈ એડેપ્ટિવ સ્ટેબિલાઇઝેશન જે ફિલ્માંકન કે ફિલ્મિંગ સમયે હલનચલનને ઓળખવા માટે એઆઈનો ઉપયોગ કરે છે અને શ્રેષ્ઠ પરિણામો મેળવવા સ્થિરતાનાં સ્તરને ગતિશીલ રીતે સમાયોજિત કરે છે, તો ઇન્ટેલિજન્ટ ઓટો ફોકસ ટ્રેકિંગ મેન્યુઅલ સ્વરૂપે એને પસંદ કર્યા વિના પ્રાથમિક સબ્જેક્ટ પર ઓટોમેટિક ફોકસ કરે છે. વળી એઆઈ ફોટો એન્હાન્સમેન્ટ એન્જિન ડાયનેમિક રેન્જમાં સુધારો કરે છે, જેથી તસવીરનાં સૌથી ચમકદાર અને સૌથી ઊંડા ભાગો વચ્ચે રેશિયો વધે છે, તો શ્રેષ્ઠ છબી વિવરણ પ્રદાન કરે છે, જે ઝૂમ સમયે આવશ્યક છે. અન્ય એઆઈ સુવિધાઓમાં સ્માર્ટ કલર સેગમેન્ટનેશન સામેલ છે, જે વિશિષ્ટ સેગમેન્ટ માટે શ્રેષ્ઠ, વ્યક્તિગત ટ્યૂનિંગ આપવા માટે, એડવાન્સ્ડ લોંગ એક્સપોઝર અને વીડિયો હોરિઝોન લોક સાથે ફોટોનું વિશ્લેષણ કરે છે.
મોટોરોલા એજ 50 અલ્ટ્રામાં પેન્ટોન વેલિડેટેડ ટ્રુ કલર 50MP મેઇન કેમેરા છે, જેમાં એક મુખ્ય 1/1.3″ સેન્સર છે, જેમાં એક મોટી 2.4μm પિક્સેલ સાઇઝ છે, જે દરેક સ્થિતિમાં શાર્પ અને ચમકદાર ફોટો માટે આગલી જનરેશન કે પેઢીની સરખામણીમાં 20 ટકા વધારે પ્રકાશનું શોષણ કરે છે. એનું લેસર ઓટોફોકસ સબ્જેક્ટનાં અંતરને માપે છે અને ઝડપથી ફોકસ કરે છે, એટલે યુઝર ક્યારેય કોઈ ચીજ મિસ કરતાં નથી. ઉપરાંત એની ઓમ્નિ-ડાયરેક્શનલ PDAFની સાથે યુઝરને કોઈ પણ લાઇટમાં ઝડપી, વધારે સટિક પ્રદર્શન માટે 32x વધારે ફોકસ કરતા પિક્સેલ મળે છે. OISની સાથે બિનજરૂરી ધ્રુજારીઓનો અંત આવે છે એટલે ફોટો ક્રિસ્ટલ ક્લીઅર આવે છે. બીજો રિયર કેમેરા 50MP અલ્ટ્રાવાઇડ + મેક્રો વિઝન કેમેરા છે, જેમાં ફક્ત એક ક્લિકમાં વધારે કેપ્ચર કરવા માટે 122º અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ છે. અલ્ટ્રા-વાઇડ સેન્સર ઓછા પ્રકાશમાં બ્રાઇટનેસ અને શાર્પનેસને વધારે છે તથા સાથે અનેક પિક્સેલને એક મોટા પિક્સેલમાં જોડીને અને બિલ્ટ ઇન મેક્રો વિઝન યુઝરને એક પ્રમાણભૂત લેન્સની સરખામણીમાં 4x નજીક લાવે છે. રિયલ કેમેરા સિસ્ટમમાં ત્રીજા કેમેરો દુનિયાનો પહેલો 64MP 3x ટેલીફોટો ઓપ્ટિકલ ઝૂમ લેન્સ છે, જે OIS અને 100x અદ્યતન હાઇબ્રિડ ઝૂમ ધરાવે છે. 3x ટેલીફોટો લેન્સ 72એમએમને સમકક્ષ ફોકલ લેંગ્થ છે, જેથી મુખ્ય લેન્સની સરખામણીમાં સબ્જેક્ટનો વધારે હિસ્સો ફ્રેમને ભરી શકે છે. સામેની તરફ મોટોરોલા એજ 50 અલ્ટ્રામાં 50MP સેલ્ફી કેમ છે, જે સૌથી વધુ રિઝોલ્યુશન ધરાવતાં ફ્રન્ટ કેમેરામાંથી એક છે. યુઝર્સ હવે ક્વાડ પિક્સેલ ટેકનિક સાથે 4x શ્રેષ્ઠ લૉ-લાઇટ સેન્સિટિવિટીનો આનંદ માણી શકે છે, જે દરેક ચાર પિક્સેલને એકમાં જોડે છે અને f/1.9 એપર્ચરની સાથે અંધારામાં શ્રેષ્ઠ પરિણામ આપે છે, જે મોટા ભાગે સેલ્ફી કેમેરામાં વધારે પહોળા છે.
કેમેરા સિસ્ટમ અનેક મોડ અને સેટિંગ્સ સાથે આવે છે, જેમ કે ટિલ્ટ શિફ્ટ મોડ, જે કોઈ પણ એંગલ બોકેહ ઇફેક્ટ માટે અનેક ફોકસ પોઇન્ટ સાથે ઇમેજ કેપ્ચર કરે છે. આ પ્રો-ગ્રેડ કેમેરા ફૂલ વ્યૂ (25 મિમી), વાઇડ (35 મિમી), સ્ટાન્ડર્ડ (50 મિમી) કે ક્લોઝ-અપ (85 મિમી) વચ્ચે ફોકલ લંબાઈને સમાયોજિત કરીને અને પહેલી વાર કેમેરામાંથી જ એડોબ ડોક સ્કેન સુધી પહોંચનાં માધ્યમ સાથે વિવિધ તીવ્રતાનાં સ્તરો સાથે વ્યવસાયિક રીતે દેખાતાં પોર્ટ્રેટને કેપ્ચર કરવા માટે ચાર પોર્ટ્રેટ મોડમાં સક્ષમ છે. આ તમામ આ પેન્ટોન™ પ્રમાણિત કેમેરામાં એઆઈ મેજિક ઇરેઝર, ફોટો અનેબલર અને મેજિક એડિટર જેવા ગૂગલ એઆઈ ફીચર્સનું એકીકરણ સાથે છે. એઆઈ મેજિક ઇરેઝરની સાથે બિનજરૂરી વિચલનોને દૂર કરી, ફોટો અનેબલર ફીચર સાથે નવી અને જૂની બંને રીતની આઉટ-ઑફ-ફોકસ કે અસ્પષ્ટ ફોટોને શ્રેષ્ઠ બનાવે છે અથવા ગૂગલ ફોટોમાં મેજિક એડિટર ફીચરનો ઉપયોગ કરીને જનરેટિવ એઆઈનો ઉપયોગ કરીને પોતાની ફોટોને ફરીથી બનાવી, બસ ઓબ્જેક્ટ પર ટેપ કરો કે એને સર્કલ કરો, તેને ફરીથી રાખવા એને પકડી રાખો અને ખેંચો, અથવા તેમનો આકાર બદલવા પિંચ કરો.
ક્રોસ ડિવાઇસ કનેક્ટિવિટીની બાબતમાં મોટોરોલા એજ 50 અલ્ટ્રા પરિવર્તનકારક સ્માર્ટ કનેક્ટ ફીચર સ્વરૂપે પેકનું નેતૃત્વ કરે છે. સ્માર્ટ કનેક્ટ અનેક ઉપકરણોને સ્વભાવિક રીતે જોડે છે, જેમાં ફોન, ટેબ્લેટ અને પીસીમાં સરળતાથી કાર્ય સંક્રમણ સંભવ થાય છે, જેનાથી આ એકીકૃત અને કુશળ ડિજિટલ જીવન માટે એક મહત્વપૂર્ણ ઘટક બની જાય છે. સ્માર્ટ કનેક્ટ સાથે યુઝર્સને સ્વાઇપ ટૂ શેર, ક્રોસ ડિવાઇઝ કન્ટ્રોલ, કોન્ટેક્સ્ટ અવેર ફોન, યુનિવર્સલ ક્લિપબોર્ડ, શેર હબ, એપ સ્ટ્રીમ વગેરે અનેક કાર્યક્ષમતાઓ મળશે. દરેકનાં પોતાનાં આગવાં ફાયદા છે, જે સ્વાભાવિક એકીકરણને સુવિધાજનક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે.
મોટોરોલા એજ 50 અલ્ટ્રા સાથે યુઝર્સ સ્પષ્ટ આઉટડોર વિઝિબિલિટી માટે 2800નિટ્સ સાથે પીક બ્રાઇટનેસ સાથે લગભગ બોર્ડર વિનાની 6.7″ pOLED ડિસ્પ્લેમાં ગળાડૂબ થઈ શકે છે, જે એને મોટોરોલા એજ સીરિઝ સ્માર્ટફોનમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ ફોન બનાવે છે. એના સુપર HD (1220p) રિઝોલ્યુશન આગલી પેઢીની સરખામણીમાં 13 ટકા વધારે શ્રેષ્ઠ રિઝોલ્યુશન આપે છે, જેનાથી શાર્પ ડિટેલ અને ઓછાં પિક્સેલેશનની સાથે સ્પષ્ટ, વધારે જીવંત તસવીરો મળે છે. જ્યારે યુઝર્સ HDR10+ ફિલ્મો, શૉ અને ઘણું બધું વાસ્તવિક રંગોના એક અબજથી વધારે શેડમાં જોઈ શકે છે, ત્યારે યુઝર્સ અસાધારણ રીતે ઝડપી 144Hz રિફ્રેશ રેટ પ્રાપ્ત કરી શકે છે, જે એપ્સ વચ્ચે સ્વિચ કરવા, ગેમ રમવા અને કન્ટેન્ટનાં માધ્યમથી સ્ક્રોલ કરવાનું અવિશ્વસનિય રીતે સરળ અને તરલ બનાવે છે. ઉપરાંત રિફ્રેશ રેટ સ્ક્રીન પર કન્ટેન્ટનાં પ્રકારને આધારે પોતાને આપમેળે એડજસ્ટ કરે છે અને ઓછી વિલંબતા 360Hz ટચ રેટની સાથે યુઝર્સ એક પ્રમાણભૂત ડિસ્પ્લેની સરખામણીમાં ઘણી વધારે પ્રતિક્રિયા અનુભવ કરશે. કેમેરાની જેમ ડિસ્પ્લે પણ પેન્ટોન™ પ્રમાણિત છે, જેણે વાસ્તવિક દુનિયાનાં પેન્ટોનની સંપૂર્ણ રેન્જને પ્રામાણિક રીતે સિમ્યુલેટ કરીને પેન્ટોનનાં મૂલ્યાંકન અને ગ્રેડિંગ માપદંડોને પૂર્ણ કર્યા છે. પેન્ટોન સ્કિનટોન™ વેલિડેટેડ આ સુનિશ્ચિત કરે છે કે ડિસ્પ્લે હકીકતમાં માનવીય ત્વચાનાં રંગોનાં વિશાળ સ્પેક્ટ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. આ ડિસ્પ્લે અલ્ટ્રા-ટફ કૉર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ® પ્રોટેક્શનની સાથે પણ આવે છે, જે ટકાઉપણાં અને સ્ક્રેચફ્રી વપરાશને સુનિશ્ચિત કરે છે.
આ લોંચ પર મોટોરોલા ઇન્ડિયાનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ટી એમ નરસિમ્હને કહ્યું હતું કે, “મોટોરોલામાં અમે દરેક નવી રીલિઝ સાથે ઉત્કૃષ્ટતા પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. મોટોરોલા એજ 50 અલ્ટ્રા એઆઈ-સંચાલિત સ્માર્ટફોન ટેકનોલોજીમાં મહત્વપૂર્ણ હરણફાળનું પ્રતિનિધિત્વ કરે છે, જે અત્યાર સુધી અમારો સૌથી અદ્યતન ફોન છે. આ ફોન અર્થસભર નવીનતા, હાર્ડવેરથી આગળ વધવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. અસાધારણ એઆઈ ક્ષમતાઓ સાથે સજ્જ એક ઉત્કૃષ્ટ રિયલ વૂડ પ્રેરિત ડિઝાઇન, આંતરજોડાણ ધરાવતી વ્યવસ્થાનો અનુભવ સાથે આ ફોન સરળતાપૂર્વક ભારતીય ઉપભોક્તાઓ માટે ખરાં અર્થમાં ફ્લેગશિપ અનુભવને નવેસરથી પરિભાષિત કરે છે. અમને વિશ્વાસ છે કે, મોટોરોલા એજ 50 અલ્ટ્રા અમારાં ગ્રાહકોને પરિવર્તનકારક સ્માર્ટફોનનો અનુભવ આપશે.”
મોટોરાલા એજ 50 અલ્ટ્રા સમન્વયની ભાવના સાથે સમજીવિચારીને બનાવવામાં આવ્યો છે અને એનાં વળાંકદાર કિનારા હાથનાં કુદરતી આકાર સાથે સંપૂર્ણપણે ફિટ બેસે છે. સ્માર્ટફોન વિવિધ સ્ટાઇલ અને ફિનિશમાં આવે છે. આ દુનિયાની પ્રથમ FSC-પ્રમાણિત અસલી લાકડાની બૉડી છે, જે પ્રકૃતિથી પ્રેરિત છે અને તેમાં લાકડાંની હળવી સુગંદ છે. તેમાં નરમ, કુદરતનો અનુભવ કરવાતું શાકાહારી લેધર છે, જે સ્પર્શ કરવામાં આકર્ષક લાગે છે, શાકાહારી કે વેજ લેધર વેરિઅન્ટ બે રંગોમાં ઉપલબ્ધ છે – ફૉરેસ્ટ ગ્રે અને પીચ ફઝ – પેન્ટોન કલર ઓફ ધ યર 2024, તો વૂડ ફિનિશ નોર્ડિક વૂડ નામનાં સિંગર કલરમાં ઉપલબ્ધ છે.
આ તમામ ખાસિયતો માટે મોટોરોલા એજ 50 અલ્ટ્રાની 4500mAhની બેટરી ધરાવે છે, જે સેગમેન્ટમાં 125W ટર્બોપાવર™ સાથે એકમાત્ર ટર્બોપાવર™ 50W વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે. તેમાં ઇકોસિસ્ટમ ડિવાઇઝને ચાર્જ કરવા માટે સેગમેન્ટમાં એકમાત્ર 10W વાયરલેસ પાવર શેરિંગ પણ છે અને આદર્શ સ્થિતિમાં સ્માર્ટફોન ફક્ત 18 મિનિટમાં સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય છે. સ્માર્ટફોન IP68 અંડરવોટર પ્રોટેક્શન સાથે આવે છે, જે ધૂળ, ગંદકી અને રેતી સામે પણ ટકી શકે છે અને સાથે સાથે 30 મિનિટ સુધી 1.5 મીટર પાણીમાં ડૂબેલો રહી શકે છે. પર્ફોર્મન્સની વાત કરીએ તો સ્માર્ટફોન શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે સ્નેપડ્રેગન 8s જેન 3 પ્રોસેસર સાથે સજ્જ છે. યુઝર્સને ઝડપથી એકસાથે વધારે કામ કરવા અને શ્રેષ્ઠ કાર્યદક્ષતા માટે 3.0 GHz સુધીની સ્પીડ મળશે. સાથે સાથે સુપરચાર્જ્ડ ક્વાલકૉમ® AI એન્જિનને કારણે ઝડપી વેગ સાતે ઑન-ડિવાઇઝ જનરેટિવ AI પણ મળશે. ઉપરાંત મોટોરોલા એજ 50 અલ્ટ્રા સૌથી ઝડપી LPDDR5X મેમરી ઉપલબ્ધ કરાવે છે અને વાઈ-ફાઈ 7 નેટવર્કના ટેકા સાથે 17 ઝડપી 5જી સ્પીડ ઉપરાંત નવી 12GB RAM + 512GB UFS 4.0 સ્ટોરેજ પ્રદાન કરે છે.
મોટોરોલા એજ 50માં અલ્ટ્રા ગરમીને નિયંત્રિત કરવા અદ્યતન થર્મલ ઘટકોનો ઉપયોગ થયો છે, જેમાં એક બાષ્પ કે વરાળ ચેમ્બર કૂલિંગ સિસ્ટમ છે, જે 5,034mm2નો પ્રભાવશાળી ચેમ્બર સર્ફેસ ક્ષેત્ર છે. મલ્ટિમીડિયાનાં મોરચે સ્માર્ટફોન ડૉલ્બી એટમોસ® સાથે બે મોટા સ્ટીરિયો સ્પીકર સાથે સજ્જ છે. આ યુઝર્સને ક્રિસ્પ વિઝ્યુઅલ અને સ્પષ્ટ ઓડિયોનો આનંદ લઈને સૌથી આકર્ષક અને મનોરંજક મલ્ટિમીડિયાનો અનુભવ પ્રદાન કરે છે. ઉપરાંત ડૉલ્બીની હેડ ટ્રેકિંગ ટેકનોલોજી યુઝર તેમનું માથું ફેરવતા જ અવાજનાં સ્થાનની ઓળખ કરે છે, તેમને વધારે સ્વાભાવિક અવાજનો અનુભવ આપવા માટે ફરી ઉપયોગ કરે છે. જ્યારે ક્વાલકોમ® સ્નેપડ્રેગન સાઉન્ડ™ બ્લૂટૂથ®નો ઉપયોગ કરીને ગેમ, મૂવી, સંગીત અને ઘણી બધું અવિશ્વસનિય સ્વરૂપે સંપૂર્ણ વિગત પ્રદાન કરે છે.
મોટોરોલા એજ 50 અલ્ટ્રા પ્રસ્તુત થવાની સાથે મોટોરોલા એક વધારે વ્યક્તિગત કે અંગત અને સ્વાભાવિક હેલ્લો યુઆઈ પણ રજૂ કરે છે, જેમાં તમામ મોટો એક એક જગ્યા પર છે અને તેમાં અદ્યતન એન્ડ્રોઇડ 14 છે, જેમાં 3 OS અપગ્રેડ અને 4 વર્ષનાં SMR અપડેટની ગેરન્ટી છે. હેલ્લો યુઆઈની વિશેષતાઓમાં મોટો જેસ્ચર્સ (ચેષ્ટાઓ), થિંકશીલ્ડની સાથે મોટો સીક્યોર, ફેમિલી સ્પેસ, મોટો અનપ્લગ્ડ અને પર્સનલાઇઝ 5.0 સામેલ છે. નવો મોટોરોલા એજ 50 અલ્ટ્રા ફક્ત એક અદ્યતન સ્માર્ટફોનથી ઘણો વધારે છે. આ એક પર્યાવરણને અનુકૂળ બોક્સ સાથે ટકાઉ પેકેજિંગ અને ઉત્પાદન ડિઝાઇનનાં નવો માપદંડોને આગળ વધારે છે, જે પ્લાસ્ટિકમુક્ત છે. તેમાં કુદરતી સોયા ઇંક પ્રિન્ટિંગની સુવિધા છે અને તેમાં રિસાયકલ અને રિસાયકલ કરવા યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં FSC-પ્રમાણિત સ્ત્રોતોમાંથી 60 ટકાથી વધારે રિસાયકલ કરેલી સામગ્રીઓથી બનેલો પેકેજિંગ કાર્ડ સ્ટોક પણ સામેલ છે.
ઉત્પાદન વિશે વધારે જાણકારી મેળવવા મુલાકાત લો:
ઉપલબ્ધતા:
મોટોરોલા એજ 50 અલ્ટ્રા નોર્ડિગ વૂડ તરીકે ઓળખતી રિયલ વૂડ ફિનિશ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. આ બે કલર – ફોરેસ્ટ ગ્રે અને પીચ ફઝ – પેન્ટોન કલર ઓફ ધ યર 2024માં વેગન લેધર ફિનિશમાં પણ ઉપલબ્ધ છે.
સ્માર્ટફોનનું વેચાણ 24 જૂન, 2024નાં રોજ બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ, Motorola.in અને રિલાયન્સ ડિજિટલ સહિત અગ્રણી રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.
લોંચ કિંમત:
12GB+512GB : રૂ. 59,999
વિશેષ પ્રારંભિક ઓફર
મર્યાદિત ગાળા માટે જ વિશેષ પ્રારંભિક ઓફર તરીકે વધારાનું રૂ. 5000નું ડિસ્કાઉન્ટ
12GB+512GB : રૂ. 54,999
એફોર્ડેબિલિટી ઓફર્સ ~:
- એચડીએફસી અને આઇસીઆઇસીઆઈ બેંકો જેવી અગ્રણી બેંકો પાસેથી રૂ. 5,000નું તાત્કાલિક બેંક ડિસ્કાઉન્ટ
- ઉપભોક્તાઓ અગ્રણી બેંકોમાંથી દર મહિને રૂ. 4,167થી શરૂ થતાં 12 મહિના સુધીનાં નો કોસ્ટ ઇએમઆઇનો લાભ પણ લઈ શકે છે
ઓફર સાથે અસરકારક કિંમત:
12GB+512GB વેરિઅન્ટ માટે: રૂ. 49,999 (પ્રારંભિક અને બેંક ઓફર સહિત)
ઉત્પાદન વિશે વધારે જાણકારી મેળવવા મુલાકાત લો:
ફ્લિપકાર્ટ – www.flipkart.com/motorola-edge-50-ultra-5g-coming-soon-store
મોટોરોલા વેબસિટ – www.motorola.in/smartphones-motorola-edge-50-ultra/p
Detailed Marketing Specifications
Specification | Details |
Operating system | Android™ 14 |
Memory (RAM) | 12 GB LPDDR5X | + RAM Boost 3.0 (Additional upto 12GB RAM) |
Storage | 512 GB built-in UFS 4.0 |
Security | On-screen fingerprint reader Face unlock ThinkShield® Moto Secure |
Sensors | Proximity Ambient light (front) 3-in-1 sensor (exposure, auto white balance, flicker) Accelerometer Gyroscope SAR sensor Magnetometer (compass) |
Battery size | 4500mAh |
Battery life | Over a day of battery life* (up to 40 hours) |
Processor | Snapdragon® 8s Gen 3 Mobile Platform |
Charging | 125W TurboPower™ charging Up to 50W* wireless charging 10W wireless power sharing Get power for the day in just <7? minutes of charging.** |
Display size | 6.7″ Super 1.5K (1220p) display |
Display technology | pOLED HDR10+ 10-bit; Over a billion shades of color 100% DCI-P3 color space 144Hz refresh rate Touch rate: 360Hz (gaming mode) DC Dimming LTPS Peak Brightness: 2500 nits |
Display certifications | HDR10+ Amazon HD streaming Netflix HD streaming SGS Low Blue Light SGS Low Motion Blur Pantone Validated™ color & Pantone Skintone™ Validated |
Resolution | 1.5K (2712 x 1220 | 1.5K) 446ppi |
Aspect ratio | 20:9 |
Screen-to-body ratio | Active Area-Touch Panel (AA-TP): 93.5% |
Dimensions | 161.09x 72.38 x 8.59mm | 6.3 x 2.8 x 0.3in. |
Weight | 197g |
Body | Front: 3D Corning® Gorilla® Glass Victus® with anti-fingerprint coating Frame: Sandblasted aluminum Rear: Vegan Leather (or Real Wood) |
Water protection | IP68 |
Ports | USB Type-C port (USB 3.1 gen 2 compatible) DisplayPort 1.4 |
Colors | Nordic Wood [FSC Certified Real Wood Finish] Peach Fuzz – Pantone Color of the year and Forest Grey [Silicone Vegan leather] |
Rear camera 1 hardware | 50MP 1/1.3″ optical format f/1.6 aperture 1.2μm pixel size | Quad Pixel Technology for 2.4μm Omni-directional PDAF Optical Image Stabilization |
Rear camera 2 hardware | 50MP Ultrawide angle (122° FOV) Macro Vision f/2.0 aperture 0.64μm pixel size | Quad Pixel Technology for 1.28μm Autofocus |
Rear camera 3 hardware | 64MP Telephoto 3x Optical Zoom f/2.4 aperture 1.4μm pixel size | Quad Pixel Technology for 1.4μm Autofocus Optical Image Stabilization |
Rear camera 4 hardware | Laser autofocus (time-of-flight); 3-in-1 Sensor (exposure, auto white balance, flicker) |
Rear camera software | Shooting modes: Portrait (24mm/35mm/50mm/85mm) Macro Long Exposure Timelapse Dual Capture Ultra-Res Night Vision Tilt-Shift Pro Scan (powered by Adobe Scan) Artificial intelligence: Other features: |
Rear camera video capture | Rear Main Camera: 4K UHD (60/30fps), FHD (60/30fps) 4K UHD HDR10+ (30fps), FHD HDR10+ (30fps w/ EIS) Slow motion: FHD (960/240/120fps) Rear Ultra-wide/Macro Camera: Rear Telephoto Camera: |
Rear camera video software | Shooting modes: Night Vision Timelapse (w/ Hyperlapse) Super Slow motion Portrait Dual Capture (w/ Vlog Mode) Macro Spot Color Other features: |
Front camera hardware | 50MP f/1.9 aperture 0.64μm pixel size | Quad Pixel Technology for 1.28μm Autofocus |
Front camera software | Shooting modes: Portrait (w/ Group Selfie & Smart Adjustments) Photo Booth Pro Dual Capture Spot Color Artificial intelligence: Other features: |
Front camera video capture | 4K UHD (60/30fps), FHD (60/30fps) Slow motion: FHD (120fps) |
Front camera video software | Shooting modes: Portrait (w/ Smart Adjustments) Dual Capture (w/ Vlog Mode) Timelapse (w/ Hyperlapse) Portrait Spot Color Other features: |
Speakers | Dual stereo speakers Tuning by Dolby Atmos™ Linear x-axis vibration |
Microphones | 3 microphones |
Headphone jack | USB Type-C |
Voice control | Google Assistant |
My UX | Hello UI |
Bands | 5G: n1/2/3/5/7/8/20/26/28/38/40/41/66/71/75/77/78 4G: B1/2/3/4/5/7/8/12/13/17/18/19/20/25/26/28/32/38/39/40/41/42/43/66 3G: B1/2/4/5/8 2G: B2/3/5/8 |
SIM card | Dual SIM (pSIM + pSIM) |
Bluetooth® technology | Bluetooth® 5.4 |
Wi-Fi | Wi-Fi 802.11 a/b/g/n/ac/ax 2.4 GHz | 5 GHz | 6GHz Wi-Fi 7 Wi-Fi hotspot |
NFC | Yes |
Location services | GPS AGPS LTEPP SUPL Glonass Galileo |
Device | motorola edge 50 ultra |
Components | 125W TurboPower™ charger USB Type-C to USB Type-C cable Guides SIM tool Protective case Protective film |
About Lenovo & Motorola
Lenovo is a US$62 billion revenue global technology powerhouse, ranked #217 in the Fortune Global 500, employing 77,000 people around the world, and serving millions of customers every day in 180 markets. Focused on a bold vision to deliver Smarter Technology for All, Lenovo has built on its success as the world’s largest PC company by further expanding into growth areas that fuel the advancement of ‘New IT’ technologies (client, edge, cloud, network, and intelligence) including server, storage, mobile, software, solutions, and services. This transformation together with Lenovo’s world-changing innovation is building a more inclusive, trustworthy, and smarter future for everyone, everywhere. Lenovo is listed on the Hong Kong stock exchange under Lenovo Group Limited (HKSE: 992)(ADR: LNVGY). Motorola Mobility LLC was acquired by Lenovo Group Holdings in 2014. Motorola Mobility is a wholly owned subsidiary of Lenovo and is responsible for designing and manufacturing all Moto and Motorola branded mobile handsets and solutions.