ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું: કોંગ્રેસ અધ્યક્ષ ખડગે

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કાના મતદાન માટેતમામ પાર્ટીઓ પોત-પોતાના પ્રચારમાં લાગેલી છે. આ દરમિયાન નેતાઓની રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આસામના ગુવાહાટીમાં મીડિયામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીની વાતોથી એવું લાગે છે કેદેશને આઝાદી ભાજપ સરકાર (૨૦૧૪)
બન્યા બાદ મળી છે, તે પહેલા તો દેશ આઝાદ જ નહોતો થયો’ ખડગેએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી દેશભક્તિની વાતો કરે છે. કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદ કરાવ્યો હતો. ભાજપે કચારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું. વડાપ્રધાન મોદી રાષ્ટ્રવાદ અંગે ઘણું બોલે છે જેમકે પહેલા નેહરુ, ઈન્દિરા અનેલાલ બહાદુર શાસ્ત્રી જેવા મોટા નેતાઓએ કંઈ કર્યું જ નહીં.’ થોડા દિવસ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રોજગારીનો મુદ્દો ઉઠાવી આજે વડાપ્રધાન નરેન્દ્ર
મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘દેશમાં યુવાઓ માટે સૌથી મોટો મુદ્દો રોજગારીનો છે. જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ‘રોજગાર ક્રાંતિ’ લાવીશું. આ સાથે તેમણે ‘ભારતીય ભરોસો’, ‘પ્રથમ નોકરી પાક્કી’ અને ‘પેપર લીકથી મુક્તિ’ જેવી ગેરંટી આપી છે. ખડગેએ આજે એક્સ (ટ્વિટર) પર કહ્યું હતું કે, ‘અમારી સરકાર આવશે તો ‘ભારતી ભરોસા’ની ગેરેન્ટી હેઠળ ૩૦ લાખ નોકરીનું સર્જન કરવામાં આવશે. ‘પ્રથમ નોકરી પાક્કી’ની
ગેરેન્ટી હેઠળ એપ્રેન્ટિસશીપના અધિકાર દ્વારા દરેક ડિગ્રી/ડિપ્લોમા ધારકને વાર્ષિક રૂપિયા એક લાખના માનદ વેતન સાથે પ્રથમ નોકરીને ખાતરી આપીશું.’ આ ઉપરાંત ખડગેએ ‘પેપર લીકથી મુક્તિ’ના મુદ્દાનો ઉલ્લેખ કરી લખ્યું હતું કે, ‘અમારી સરકાર આવશે તો કોંગ્રેસ નોકરી માટેની પરીક્ષામાં થતા પેપર લીકના મુદ્દાનો નિવેડો લાવવા અને પીડિતો ને નાણાંકીય વળતર આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે.
૩૦ લાખ નોકરીનું સર્જન કરીશું: મલ્લિકાર્જુન ખડગે
ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું: કોંગ્રેસ અધ્યક્ષ ખડગે