ગુજરાત

યુવા આપદા મિત્ર યોજના હેઠળ ૬ ગુજરાત ગર્લ્સ બટાલીયન એનસીસી, સુરતના ૫૪૩ ગર્લ્સ કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અપાઈ

યુવા આપદા મિત્ર યોજના હેઠળ ૬ ગુજરાત ગર્લ્સ બટાલીયન એનસીસી, સુરતના ૫૪૩ ગર્લ્સ કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અપાઈ

આપત્તિ સમયે અસરકારક પ્રતિસાદ માટે NCC, NSS, NYKSના કેડેટસને તાલીમબદ્ધ કરાયા

નર્મદા જિલ્લાના રાજપીપળાની સરકારી નવી કાયદા એકેડેમી ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને નેશનલ ડિસાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ભારત સરકારની યુવા આપદા મિત્ર યોજના હેઠળ સુરત જિલ્લાની ૬ ગુજરાત ગર્લ્સ બટાલીયન એનસીસી, એનએસએસ, એનવાયકેએસના કુલ ૫૪૩ ગર્લ્સ કેડેટ્સને સુરત જિલ્લાના માસ્ટર ટ્રેનર્સ તેમજ SDRF દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હતી.
સંયુક્ત વાર્ષિક તાલીમ કેમ્પ-૨૦૨૫ના ભાગરૂપે, કમાન્ડન્ટ કર્નલ જે. નિસોંકો અને ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ મેજર ભાવના લોહાની તેમજ યુવા આપદામિત્રોની ટીમે કેડેટ્સને વિવિધ રોગની ઓળખ, સીપીઆર ટ્રેનિંગ, સીબીઆરએન, સીએસએસઆર, એમઈઆર, ઈએમએસની તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો હેતુ કેડેટ્સમાં આપત્તિના સમયે તત્કાળ સહાય, પ્રાથમિક સારવાર અને રક્ષણાત્મક પગલાં અંગે જાગૃતિ અને કુશળતા વિકસાવવાનો છે.
આ કેમ્પ દરમિયાન ભારત સરકાર અને ગુજરાત સરકારની મુખ્ય યોજનાઓ પૈકીની એક યોજના યુવા આપદા મિત્ર યોજના (YAMS) અંતર્ગત રાજપીપળા ખાતે, SDRF ગુજરાતના યુનિટ ૧૧ તેમજ યુનિટ ૧૦ ના ૫ ઈન્સ્ટકટર તથા તાપી જિલ્લા ગ્રામરક્ષક દળના ૨ માસ્ટર ટ્રેનર દ્વારા તા.૧૨ જુલાઈ થી ૨૧ જુલાઈ ૨૦૨૫ તેમજ સુરત જિલ્લાના ૪ આપદામિત્રો માસ્ટર ટ્રેઈનર દ્વારા ૪ દિવસીય માસ્ટર ટ્રેનર્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button