ઉધના કુરિયર સર્વિસ ના ગોડાઉનમાં આગ
ઉધના કુરિયર સર્વિસ ના ગોડાઉનમાં આગ
ડિલિવરી કરવા માટે આવેલા પાર્સલો અને વાયરીંગ, ટેબલ, ખુરશી બળીને રાખ
ઉધના દક્ષેશ્વર નગર પાસે આવેલા એક કુરિયર સર્વિસના પાર્સલ ના ગોડાઉનમાં ગત રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયો હતો.
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉધના દક્ષેશ્વર નગર પાસે રિદ્ધિ સિદ્ધિ નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં કુરિયર સર્વિસ પાર્સલનું એક ગોડાઉન આવેલું છે. ગત મોડી રાત્રે એટલે કે બે વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર પાર્સલ ગોડાઉનમાં આગ લાગી હતી. પાર્સલગોડાઉનમાં લાગેલી આગની જાણ મેનેજર અમીરા મોદીએ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને કરતા તેઓએ પોતાના ભેસ્તાન ડીંડોલી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરો અને ફાયર જવાનોની ઘટના સ્થળે મોકલી આપ્યા હતા જ્યાં તેઓએ પાણીનો છટકાવ કરીને પાર્સલ ગોડાઉનમાં લાગેલી આગને બુજાવી નાખી હતી .આગને કારણે ડિલિવરી માટે આવેલા પાર્સલો મળીને રાખ થઈ ગયા હતા. જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈની જાનહાનિ થઈ ન હતી.