પ્રાદેશિક સમાચાર
મેટ્રો સ્પાન ઘટનાઃ બીજે દિવસે દુર દુર સુધી ટ્રાફિકજામ સર્જાયો

મેટ્રો સ્પાન ઘટનાઃ બીજે દિવસે દુર દુર સુધી ટ્રાફિકજામ સર્જાયો
ગતરોજ સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થયા હોવાની ઘટના બની હતી. આ ઘટના બનતાં જ સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો જેના કારણે આજે પણ દુર દુર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. હાલમાં મેટ્રો ટ્રેન માટેની ચાલી રહેલી કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના થતાં અટકી છે. સુરત મેટ્રોનું વર્ષે ૨૦૨૭માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણ થી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે ૧૮ કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પુણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે.