શિક્ષા
જુઓ સુરતની કઈ સ્કૂલ દ્વારા ગુરુકુળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સુરત: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રતિબદ્ધ વેસુ સ્થિત જી. ડી. ગોયેનકા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુરુકુળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આપણી પ્રાચીન પરંપરા અને શિક્ષણ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અવગત થાય તે ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. ,ગુરુકુળની જેમ જ ખુલ્લા વાતાવરણમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જે રીતે ગુરુકુળમાં જૂથ ચર્ચાઓ થતી અને ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિષયો ગુરુઓ શીખવતા એવી જ રીતે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આપણી પારંપરિક રમતો રમી હતી અને ગીત સંગીત અને ધ્યાન યોગનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અનોખી ઉજવણીએ વિદ્યાર્થીઓને આપણી મહાન સંસ્કૃતિ અને સભ્યતા, શિક્ષણ વ્યવસ્થાનો પરિચય કરાવ્યો હતો.