ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર અપત્તિજનક કન્ટેન્ટ વાયરલ કેસમાં આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરીને છોડી મુકાયા

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર અપત્તિજનક કન્ટેન્ટ વાયરલ કેસમાં આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરીને છોડી મુકાયા
કેસની વિગત અનુસાર, ફરિયાદી મહિલાની ઓળખનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયામાં અપત્તિજનક કન્ટેન્ટ અપલોડ કરવામાં આવેલ હતો અને ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ફોટો અને વીડિયો વાયરલ કરવા અંગે IPC કલમ 292, 500 તથા આઈ.ટી. એક્ટની કલમ 66(C), 67 હેઠળ આરોપી સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી.
તે કેસ દરમ્યાન નામદાર કોર્ટમાં રજુ થયેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓનું વિશ્લેષણ કરતાં નામદાર કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી પક્ષ પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે અને ફરિયાદી દ્વારા આરોપોની પુષ્ટિ કરવામાં કોઈ નિષ્કર્ષક પુરાવા રજુ કરવામાં આવ્યાં નથી.
આ કેસમાં આરોપી તરફે વકીલશ્રી મો.અમીન એ. મેમણ અને વકીલ ઉવેશ એમ. પઠાણ (એડવોકેટસ, સુરત શહેર) નાઓ દ્વારા દલીલ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા ગુનાની ગંભીરતા હોવા છતાં પુરાવાની અછતના કારણે અને આરોપી સામે શંકાથી પર કોઈ નોંધપાત્ર પુરાવો સાબિત થઈ શકયો ન હોવાને કારણે આરોપીને નિર્દોષ જાહેર કરીને મુકત કરવાનો હુકમ કરેલો.