એક કરોડની લૂંટ કરી ફરાર થયેલા લૂંટારૂઓની ગાડી વરિયાવ નહેર પાસેથી મળી
એક કરોડની લૂંટ કરી ફરાર થયેલા લૂંટારૂઓની ગાડી વરિયાવ નહેર પાસેથી મળી
સુરતઃ કતારગામ શેફમાંથી મહિધરપુરા લઈ જતી વેળા થયેલી લૂંટ મામલે શરૂઆતમાં આઠ કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું હતું . જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદીની પૂછપરછ કરતા એક કરોડની લૂંટ થઈ હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. આ અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં 1 કરોડની લૂંટની ફરિયાદ દર્જ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે તમામ સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે લૂંટારાનું પગેરું મેળવવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. હાલ લૂંટારૂ જે ઈકો કારમાં લૂંટ કરીને ગયો હતો તે કાર પોલીસના હાથે લાગી છે.
ગઈકાલે મોડી સાંજે કતારગામ સેફમાંથી ઇકો કારમાં કંપનીના ચાર કર્મચારીઓ રૂપિયા ઉપાડી મહિધરપુરા સેફમાં મૂકવા જઈ રહ્યા હતા. કર્મચારીઓએ રૂપિયા ઇકો કારમાં મૂકી દીધા હતા ત્યારબાદ એ જ સમયે એક અજાણ્યો યુવક મોઢા પર રૂમાલ અને ટોપી પહેરીને આવ્યો હતો અને પોતાને ઇન્કમટેક્સ ઓફિસર કહી ગાડીમાં બેસી ગયો હતો. ત્યારબાદ ગાડીમાં બેસેલા કર્મચારીઓને બંદૂક બતાવી રામ કથા રોડ તરફથી આગળ લઈ ગયો હતો અને વરિયાવ બ્રિજ ના નાખે ચારે કર્મચારીઓને ગાડીમાંથી નીચે ઉતારી નાણા ભરેલી કાર લઈને ફરાર થઈ ગયો હતો આ અંગે કંપનીના મેનેજર કિશોર ધીરજ દુધાત એ કતારગામ પોલીસ સ્ટેશનમાં આ અંગે ₹1 કરોડની લૂંટની ફરિયાદ આપી હતી. આ લૂંટ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.