ભરૂચ ના ફાતિમા કન્સ્ટ્રક્શનના કરતાં હર્તાને એક વર્ષની સાદી કેદ

- ભરૂચના ફાતિમા કન્સ્ટ્રક્શન ના કરતાં હર્તાને એક વર્ષની સાદી કેદ
- ચેક બાઉન્સ ના ફરિયાદી ને 22.50 લાખ રૂપિયા વળતર પેટે આરોપી મોહમ્મદ અબરારે ચૂકવી આપવા અદાલતનો આદેશ..
ભરૂચ કતોપોર દરવાજા પોલીસ ચોકી પાસે ના પટેલ બ્રધર્સ એન એક્સ ના વેપારી પાસેથી રૂપિયા 22 લાખ 50 હજાર નું ડ્રેસ મટીરીયલ ખરીદી તેની સામે આપેલા ચેક બાઉન્સ થતા આખરે એડવોકેટ અસરફ ભાઈ ગાજિયાની દ્વારા ફરીયાદી મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાળા એ ભરૂચ પેટ્રોલ પંપ ની બાજુમાં શેરપુરા ના ફાતિમા કન્સ્ટ્રક્શન ના કરતા હર્તા મોહમ્મદ અબરાર મોહમ્મદ હનીફ અસામદી સામે નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબની એક ફરિયાદ કરી હતી. જેની સુનાવણી પૂરી થતાં ભરૂચ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ ભૂમિકા બેને આરોપી મોહમ્મદ અબરારને એક વર્ષની સાદી કેદ અને 30 દિવસમાં ફરિયાદી મોહમ્મદ અમીનને 22 લાખ 50 હજાર નુ વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.
આ કેસની વિગતો એવી છે કે ભરૂચ કતોરપુર દરવાજા પોલીસ ચોકી પાસે પટેલ બ્રધર્સ એન એક્સ ભાગીદારી પેઢી આવેલી છે. આ પેઢીના ભાગીદાર મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાળા છે. તેઓ લેડીઝ ડ્રેસ મટીરીયલ્સ નો વેપાર કરે છે. ભરૂચ શેરપુરા પેટ્રોલ પંપ પાસે ના ફાતિમા કન્સ્ટ્રક્શનના કરતા હર્તા અને શીતલ મીઠાઈ ની દુકાન ચલાવતા વેપારી મોહમ્મદ અબરાર મોહમ્મદ હનીફ અસામદી એ વર્ષ 2022 માં 22 લાખ 50 હજાર નું ડ્રેસ મટીરીયલ્સ ખરીદ્યું હતું. જેની સામે જુદી જુદી રકમના પાંચ ચેકો આપ્યા હતા. આ ચેક બેંકમાં ડિપોઝિટ કરવામાં આવતા ચેક બાઉન્સ થતા ફરિયાદી મોહમ્મદ અમીન ઇલ્યાસ સોડાવાળાએ એડવોકેટ અશરફભાઈ ગાજીયા ની દ્વારા ભરૂચ કોર્ટમાં એક ફરિયાદ મોહમ્મદ અબરાર વિરુદ્ધ કરી હતી.
ફરિયાદીના એડવોકેટ અસરફ ગાજીયાની એ કોર્ટ સમક્ષ કરેલી પોતાની દલીલો ને મંજૂર કરી અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ફરિયાદીની સમગ્ર જુબાની જોતા ફરિયાદીએ પોતાની ફરિયાદ ની હકીકતને સમર્થન કારક પુરાવો આપેલ છે. ભરૂચ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ ભૂમિકાબેન એ આરોપી મોહમ્મદ અબરાર મોહમ્મદ હનીફ અસામદી ને એક વર્ષની સાદી કેદ અને 22 લાખ 50 હજાર વળતર પેટે ફરિયાદી મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાળા ને 30 દિવસમાં ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.