પ્રાદેશિક સમાચાર
ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ખાડીઓ બે કાંઠે વહેતી થઈ
ખાડીઓના લેવલમાં વધારો થતા મનપા તંત્ર એલર્ટ
Surat news: સુરત મહાનગર પાલિકાના વિવિધ નવ ઝોનોમાં કુલ પાંચ ખાડીઓ આવેલી છે. આ પાંચ ખાડીઓ પૈકી મોટાભાગની ખાડીઓ ભયજનક સપાટીથી દોઢ થી ત્રણ મીટર જેટલી દૂર વહી રહી હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમ ના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું.
મનપાના ફ્લડ કંટ્રોલ રૂમ ના જણાવ્યા અનુસાર, સુરત શહેરના વિવિધ જોનોમાં કુલ પાંચ ખાડીઓ આવેલી છે. તેમના નામ હેઠળ છે:
- કાકરા ખાડી: ભયજનક સપાટી – ૮.૪૮ મીટર, હાલનું લેવલ – ૬ મીટર
- ભેદવાડ ખાડી: ભયજનક સપાટી – ૬.૭૫ મીટર, હાલનું લેવલ – ૬.૬૦ મીટર
- મીઠી ખાડી (લિંબાયત): ભયજનક સપાટી – ૯.૩૫ મીટર, હાલનું લેવલ – ૭.૮૫ મીટર
- ભાઠે ખાડી: ભયજનક સપાટી – ૮.૨૫ મીટર, હાલનું લેવલ – ૬.૦૦ મીટર
- સીમાડા ખાડી: ભયજનક સપાટી – ૪.૫૦ મીટર, હાલનું લેવલ – ૩.૦૦ મીટર
ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ સતત રહેતા ખાડીઓમાં પાણીનો આવરો પણ વધતા શહેરની પાંચેય ખાડીઓનું જળસ્તર માં વધતા મનપાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. જેવી સ્થિતિઓમાં ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જાણવા મળ્યું હતું, જોકે આસપાસના લોકોને સ્થળાંતરિત કરવામાં આવી નથી.