ઇન્ડસ યુનિવર્સિટીનો આઠમો દીક્ષાંત સમારોહ ૨૯મી ફેબ્રુઆરી ,૨૦૨૪ના રોજ યોજાશે
અમદાવાદ: અમદાવાદ ઇન્ડસ યુનિવર્સીટીનો આઠમો દીક્ષાંત સમારોહ ૨૯મી ફેબ્રુઆરી ,૨૦૨૪ના રોજ યોજાવા જઈ રહેલ છે.આ પ્રસંગે મુખ્ય અતિથી તથા ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે વિશ્વવિખ્યાત મહાનુભાવો ઉપસ્થિત રહી દીક્ષાંત સમારોહની શોભા વધારશે . આ પ્રસંગે માનનીય મુખ્ય અતિથિ તરીકે ડૉ. ગોવિંદભાઇ ધોળકિયા (ફાઉન્ડર & ચેરમેન, શ્રી રામકૃષ્ણ એક્સ્પોર્ટ્સ- એસઆરકે)(સાંસદ, રાજ્યસભા) ખાસ ઉપસ્થિત રહેશે.
આ આઠમાં દીક્ષાંત સમારોહમાં ઇન્ડસ યુનિવર્સીટી સંલગ્ન વિવિધ સંસ્થાઓના અંડર-ગ્રેજ્યુએટસ , પોસ્ટ- ગ્રેજ્યુએટસ પ્રોગ્રામ્સના ૯૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે.તો ૨૨ વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરવામાં આવશે.
તદુપરાંત વિવિધ વિદ્યાશાખા ના કુલ ૧૫ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ તથા ૬ વિદ્યાર્થીઓને વિશિષ્ઠ એવોર્ડસ પણ એનાયત કરવામાં આવશે.સાથે સાથે બે પ્રસિદ્ધ મહાનુભાવોને હોનરેરી પી.એચ.ડી. ડીગ્રી પણ એનાયત કરવામાં આવશે.
આ દીક્ષાંત સમારોહમાં ઇન્ડસ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ સેક્રેટરીએટ ડો.નાગેશ ભંડારી તથા શ્રીમતી ડો. રીતુ ભંડારી , બોર્ડ ઓફ મેનેજમેન્ટ,બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો સહીતવિવિધક્ષેત્રના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિતરહેશે. ઇન્ડસ યુનિવર્સીટીની યુ-ટ્યુબ ચેનલ પરથી આ ભવ્ય સમારોહનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.