કાલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ત્રણ સત્રમાં મળશે
Surat News: સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા બુધવારે ત્રણ તબક્કામાં મળશે. આ સભા સરદાર વલ્લભભાઈ પટેલ ખંડમાં અનુક્રમે સાંજે 3:30, 4:00 અને 4:30 વાગ્યે મળશે. સાંજે 3:30 વાગ્યે પ્રશ્નોત્તરી 4:00 વાગ્યે સ્વ.ગેમર દેસાઈની મેયર્સ ફંડ અને લાઈટ એન્ડ ફાયર કમીટીમાં બે નવા સભ્યોના નામોની જાહેર કરાશે અને 4:30 વાગ્યે એજન્ડા પરના 31 કામોની ચર્ચા થશે.
માર્ચમાં આવી આચારસંહિતાને કારણે મનપાની સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવી હતી. ભાજપા શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાઝમેરાએ જણાવ્યું હતું કે, મેયર્સ ફંડ અને લાઈટ એન્ડ ફાયર કમિટીમાં બે નવા સભ્યોના નામો સામાન્ય સભાની શરૂઆત પહેલા બોર્ડમાં મોકલી આપશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા-2024ની જાહેરાત થતાની સાથે જ કડક આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હતો. સુરત મહાનગર પાલિકામાં માસિક સામાન્ય સભા અને અઠવાડિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ફોર્માલીટી ખાતર બોલાવવામાં આવી હતી, જેમાં વિકાસના કોઈ કામો એજન્ડા પર લેવામાં આવતા ન હતા.