એન્ટરટેઇનમેન્ટ

ફિલ્મ “હરિ ઓમ હરિ”ના તાજેતરમાં રિલીઝ થયેલ સોન્ગ “મલકી રે” દ્વારા સુપ્રસિદ્ધ સલીમ મર્ચન્ટનું ગુજરાતી ફિલ્મ સોંગ્સમાં ડેબ્યૂ

“હરિ ઓમ હરિ”ની મ્યુઝિકલ જર્ની તેના નવીનતમ  સોન્ગ “મલકી રે”ના રિલીઝ સાથે નવી ઊંચાઈએ પહોંચે છે. આ સોન્ગ રૌનક કામદાર દ્વારા ભજવાયેલ “ઓમ” અને મલ્હાર રાઠોડ દ્વારા ભજવવામાં આવેલ “માયરા” વચ્ચેના મોહક જોડાણની ઝલક આપે છે.

સલીમ મર્ચન્ટ અને પાર્થ ભરત ઠક્કર “મલકી રે”ને તેમના ભાવપૂર્ણ અવાજો આપે છે, આ એક સોન્ગ  છે જે નાયકના વિશિષ્ટ બંધનની હૂંફ અને ઊંડાણને સમાવે છે. નિરેન ભટ્ટના હૃદયસ્પર્શી લિરિક્સ કાવ્યાત્મક સ્પર્શ ઉમેરે છે, જે આ ટ્રેકને લાગણીઓ સાથે જોડે છે.

8 ડિસેમ્બર, 2023ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે, “મલકી રે” ગુજરાતી ફિલ્મસોન્ગ્સમાં સલીમ મર્ચન્ટના ડેબ્યુને ચિહ્નિત કરીને એક વિશેષ નોંધ ઉમેરે છે. ચાહકોમાં ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ છે કારણ કે તેઓ “હરિ ઓમ હરિ” દ્વારા વચન આપવામાં આવેલા સિનેમેટિક અનુભવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

રૌનક કામદાર અને મલ્હાર રાઠોડની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દ્વારા “મલકી રે” સોન્ગ એ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. વિઝ્યુઅલ અને મ્યુઝિક એકીકૃત રીતે એક ઇમર્સિવ અનુભવ બનાવવા માટે મિશ્રિત થાય છે જે ફિલ્મના સાર સાથે મેળ ખાય છે.

એક હૃદયસ્પર્શી વિડીયો સંદેશમાં સલીમ મર્ચન્ટે ગુજરાતી સિનેમામાં યોગદાન આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. “મને ખરેખર આનંદ છે કે આ સોન્ગ દ્વારા મારું ગુજરાતી ફિલ્મ સોંગ્સમાં પદાર્પણ થયું છે. સંગીતમાં એક તાજગીભર્યો સાર છે, અથવા જેમ હું ગુજરાતીમાં કહીશ, ‘મને બઉ ગમ્યું.’ ઉપરાંત, ગીતની શરૂઆત મોહક શબ્દો ‘ગમતી રે ગમતી રે’થી થાય છે અને મારે કહેવું જ જોઇએ કે, મેં આ ગીતને ખૂબ જ માણ્યું છે. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે તમે બધા મારા જેમ આ સોન્ગનો આનંદ માણો.”

“હરિ ઓમ હરિ” નિસર્ગ વૈદ્ય દ્વારા નિર્દેશિત છે અને એવરેસ્ટ પ્રોડક્શન્સના બેનર હેઠળ સંજય છાબરિયા દ્વારા નિર્મિત છે. રૌનક કામદાર અને મલ્હાર રાઠોડની સાથે, આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, વ્યોમા નાંદી, રાગી જાની, શિવમ પારેખ, કલ્પેશ પટેલ અને સંદીપ કુમાર સહિતના સ્ટાર કલાકારો છે..

“મલકી રે” સોંગની રોમેન્ટિક વાઇબ્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવા માટે સુસજ્જ છે, જેમાં પ્રેમ, હાસ્ય અને અવિસ્મરણીય ધૂનનું મિશ્રણ હોય તેવા સિનેમેટિક અનુભવનું વચન આપવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button