ભારે વરસાદને પગલે અડધો માંર્ગ ધોવાણ થઈ જતા નાના વાહનચાલકો માટે પણ રસ્તો ભયજનક
ભારે વરસાદને પગલે અડધો માંર્ગ ધોવાણ થઈ જતા નાના વાહનચાલકો માટે પણ રસ્તો ભયજનક
ડાંગ જિલ્લાના આહવા થી મહાલ થઇ સોનગઢને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ ઊપર અગાઉ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે , ત્યારે હવે ભારે વરસાદને પગલે અડધો માંર્ગ ધોવાણ થઈ જતા નાના વાહન માટે પણ રસ્તો ભય જનક બની જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પૂર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી ને પગલે ઈક્કો ટુરિઝમ તરીકે જાણીતું બનેલું મહાલ કેમ્પ સાઈટ પર શનિ રવિવારે ગુજરાત સહીત મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર , રાજસ્થાન , આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ ઉમટી પડે છે . ચોમાસામાં મહાલ વિસ્તારનું ગાઢ જંગલ અને જળ ધોધ પ્રવાસીઓન માનીતું સ્થળ બન્યું છે , ત્યારે આહવા થી મહાલ ને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ની હાઇવે ઓથોરિટીએ સતત વાહન. વ્યવહાર થી ધમધમતો માર્ગ ની યોગ્ય જાળવણી ન કરતા ચોમાસાની શરૂઆત માંજ ભારે વાહન માટે માર્ગ બંધ કરી દેતા આ વિસ્તારના ગામોને એસટી સેવા થી વંચિત રહેવાની નોબત ઉભી થઇ હતી .તેમજ ખાનગી લક્સઝરી બસ દ્વારા મહાલ ઈક્કો કેમ્પ સાઈટ પર આવતા પ્રવાસીઓ ને મોટા વાહનોના પ્રતિબન્ધ થી નારાજગી ફેલાઈ હતી , જયારે આહવા થી મહાલને જોડતા માર્ગ પર હાલમાં ભારે વરસાદને પગલે માર્ગ ના ખીણ સાઇડે વ્યાપક ધોવાણ થતા નાના 4 વ્હીલર વાહનો માટે પણ ભયજનક બની જવા પામ્યું છે . તેવામાં હાલ ચાલુ વરસાદે ધોવાણ થયેલ માર્ગ સાઇડે કોન્ક્રીટ દીવાલ ના નિર્માણ માં મુશ્કેલી ઉભી થતા પ્રવાસી વાહનો માટે માઠાં સમાચાર બની શકે , જોક હાલે હાઇવે ઓથોરિટી ઊંઘ માંથી જાગી હોય વરસતા વરસાદમાં પણ કોંક્રીટનું. કામ હાથ ધરતા તે કેટલુ ટકાવ બને છે તે જોવું રહ્યું .