ગુજરાત
ખોલવડ ગ્રામ પંચાયતમાં આવેલી સ્ટાર પવિત્ર નગરી સુખ મંદિર અને ક્રિષ્ના સોસાયટી નો રસ્તો એક જ વરસાદમાં કાદવ કિચડ થી લથપથ

Kholewad Gram News: સોસાયટીના રહીશો ની અનેક રજૂઆત છતાં સત્તાધીશો ના પેટનું પાણી હલતું નથી
ચૂંટણી ટાણે ફાકા ફોજદારી કરતા આગેવાનો અને નેતાઓની પોલ ખુલ્લી પડી
નેતાઓને સોસાયટીમાં લાવી અને સ્વાગત કરતાં પહેલાં સો વાર વિચાર કરજો
ધંધા રોજગાર પર જતા રહીશો તેમજ સ્કૂલ જતા વિદ્યાર્થીઓ મહિલાઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા
તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી.