શિક્ષા
એમ.એમ. પી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પીપરડીવાલા ઈંગ્લીશ મીડિયમ હાઈસ્કૂલ- રાંદેર માં ઇન્ચાર્જ આચાર્ય ની ટીમે હાંસલ કરી મોટી સિદ્ધી

એમ.એમ. પી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પીપરડીવાલા ઈંગ્લીશ મીડિયમ હાઈસ્કૂલ- રાંદેર માં ઇન્ચાર્જ આચાર્ય ની ટીમે હાંસલ કરી મોટી સિદ્ધી
ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહમાં ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક પરિણામ….
સુરત;
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2023-24માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સમગ્ર ગુજરાત રાજ્ય, સુરત જિલ્લા, સુરત શહેર માં ૯૯.૯૯ પર્સેન્ટાઇલ સાથે વેદાંગ કિરણકુમાર ચૌહાણ શાળા નું નામ રોશન કર્યું છે.
રાંદેર ની પ્રતિષ્ઠિ એમ.એમ. પી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પીપરડીવાલા ઈંગ્લીશ મીડિયમ હાઈસ્કૂલ- રાંદેર એ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં ડંકો વગાડયો છે. સ્કૂલના ઈતિહાસમાં પહેલીવાર રેકોર્ડબ્રેક વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ પાસ થતા સમગ્ર રાંદેર માં આનંદનું મોજું ફરી વળ્યું છે.
શાળા ના ટ્રસ્ટીઓ, આચાર્ય અને તેમની ટીમના અથાક પ્રયાસો ના કારણે શિક્ષકો અને શિક્ષિકાઓએ વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ માટે બોર્ડ પરીક્ષાને લઈ વિશેષ પ્રબંધો કર્યા હતા અને તેના પરિણામ સ્વરૂપ શાળાનું 12મા ધોરણનું બોર્ડનું પરિણામ ઐતિહાસિક બની રહ્યું છે.
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2023-24માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાસ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ના પરિણામમાં અત્યાર સુધી ના વર્ષનો રેકોર્ડ તોડી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ નું ૯૧.૯૩ ટકા પરિણામ હાંસિલ કરવામાં સફળતા મેળવી છે. 2023-24માં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ ૯૩.૨૯ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. A1 ગ્રેડમાં ૩ વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ છે. ઉપરાંત A2 ગ્રેડમાં કુલ ૨૧ વિદ્યાર્થીઓનો સમાયેશ થયો છે આ સિદ્ધિ સાથે A1 ગ્રેડમાં વિજ્ઞાન પ્રવાહમાં વેદાંગ કિરણકુમાર ચૌહાણ ( ૬૭૩/૭૦૦, બાયોલોજી અને કોમ્પુટર માં ૧૦૦/૧૦૦ ગુણ અને ગુજકેટ માં ૧૧૫/૧૨૦)એ ઉચ્ચતમ ક્રમ હાંસલ કર્યો છે આ સાથે જ શૈખ આફ્રિકા ઇન્તેકાફ એ પણ A1 ગ્રેડ (૫૯૬/૬૫૦ અને ગુજકેટ માં ૧૦૮.૭૫/૧૨૦) પ્રાપ્ત કરી શાળા તથા સુરત શહેરનું નામ રોશન કર્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહ સુરતી ડેનીલકુમાર સતીષભાઈ (૯૮.૭૭ percentile અને ઇકોનોમિકસ વિષય માં ૧૦૦/૧૦૦ ગુણ)એ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા તથા સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે શાળા ના ટ્રસ્ટીઓ, આચાર્ય શ્રી, તમામ શિક્ષકો અને શાળા પરિવાર એ શુભેચ્છા પાઠવી હતી.