ગુજરાત

ધ ટ્રેઈન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (TNAI) ની સ્ટુડન્ટ બ્રાન્ચની ૨૨મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ સંપન્ન 

ધ ટ્રેઈન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (TNAI) ની સ્ટુડન્ટ બ્રાન્ચની ૨૨મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ સંપન્ન 

બી.આર.જી. ભવન એકતાનગર ખાતે બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટ્રોફી, સ્મૃતિચિન્હ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા

૧૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એકતાનગરના વિવિધ પ્રકલ્પોની મુલાકાત અને છત્રીઓ પર ‘‘જલ હૈ તો કલ હૈ’’ ‘‘કેચ ધ રેઇન’’ ‘‘ઓર્ગન ડોનેશન’’ નો જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો


વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ૧૭ અને ૧૮મી જુલાઈ,૨૦૨૫ ના રોજ બી.આર.જી. ખાતે ૨૨મી ગુજરાત રાજ્ય સ્ટુડન્ટ નર્સેસ એસોસિએશન (SNA) અને ધ ટ્રેઇન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (TNAI) દ્વારા બે દિવસીય કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ૧૮૦૦ થી વધુ નર્સિંગના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ અને ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ, વોલીબોલ, પોસ્ટર, મેકિંગ બ્યુટી કોન્સેપ્ટ, પેપર પ્રેઝન્ટેશન જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અહીં ઉત્તમ દેખાવ કરનાર વિજેતા વિદ્યાર્થીઓને આગામી નવેમ્બરમાં મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાનાર રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. અહીં યોજાયેલી કોન્ફરન્સનાં સમાપન પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી કિશોરસિંહ ચાવડા, SOUના એડિશનલ કલેક્ટરશ્રી નારાયણ માધુ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા સહિત મહાનુભાવના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને સ્મૃતિચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખુશી વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરશ્રી કિશોરસિંહ ચાવડા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો દ્વારા દર્દીની સારી રીતે સેવા કરીને દાઇત્વ નિભાવ્યું છે. તેને રાષ્ટ્ર કાયમ માટે યાદ કરશે અને તમે આ નર્સિંગ ના વ્યવસાયમાં જોડાઈને દર્દીને સારી રીતે સેવા કરીને રાજ્ય દેશનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી અને તમને અને તમારા માતા-પિતાને પણ અભિનંદન પાઠવું છું કે, તેમણે તમને આ વ્યવસાય માટે પસંદ કર્યા છે અને સાથે નર્સિંગ ફેકલ્ટીના પ્રોફેસરનું અભિવાદન કરું છું. દુઃખના સમયે તમે દર્દીને સારી સેવા કરો, દેખભાળ રાખો એવી આપના પાસે આશા અને અપેક્ષા છે. આ કોન્ફરન્સને સફળ બનાવવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છે. સરદાર વલ્લભભાઈ પટેલની સંસ્મરણવાળી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાંના સાનિધ્યમાં તમને બે દિવસ રહીને એક ભારત શ્રેષ્ઠ ભારતની પાવન ધરતી પર ચિંતન મનન કરવાનો અને પ્રાકૃતિક સૌંદર્યને નજરે નિહાળવાનો લાભ મળ્યો તે કાયમ યાદગાર બની રહેશે. મને પણ અહીં આવીને તમને પ્રોત્સાહિત કરવાની તક મળી તેની ખુશી વ્યક્ત કરું છું.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટરશ્રી નારાયણ માધુ દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ અને પ્રધાનમંત્રીશ્રી દ્વારા સાકાર કરેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પોનું પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપીને ફરીવાર ફેમિલી સાથે અહીં આવવા આમંત્રણ પાઠવ્યું હતું અને ઉત્તમ દેખાવ કરનારને ટ્રોફી, પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં.

આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઇકબાલ કડીવાલાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અમારા માટે એક પ્રેરણાસ્ત્રોત છે. તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને યોગ્ય વાતાવરણનું નિર્માણ થાય તે અમારી પ્રાથમિકતા છે અને ગુજરાતમાં અમારી પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. સારા ફેકલ્ટી છે અને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની તમે આરોગ્યની સારી સેવા આપો એ જ અમારી મૂડી છે અને આપના પ્રોત્સાહન માટે આ સેમિનાર અને કોન્ફરન્સ એક પ્રેરકબળ પૂરું પાડ.શે તેવો મને વિશ્વાસ છે. આપના સહયોગથી આગળ પણ અમે વધુ અને વધુ સારા કાર્યક્રમો કરતા રહીશું અને એકતાનગર ખાતેની કોન્ફરન્સને સફળ બનાવવામાં સુરત ટીમનું બહુ મોટું યોગદાન રહ્યું છે. સૌ ફેકલ્ટી અને ટીમ મેમ્બરને અભિનંદન પાઠવું છું. શ્રી હિતેશભાઈ દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સર્વશ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, સુરત આર.એમ.ઓ. શ્રી કેતનભાઇ નાયક, શ્રી હિતેશભાઈ ભટ્ટ, સેક્રેટરી ડૉ. ઇન્દ્રવતી રાવ, એડવાઈઝરશ્રી કમલેશભાઈ પરમાર, શ્રી નિકુંજ ભટ્ટ, શ્રી શૈલેષભાઈ, શ્રી અલ્પેશભાઈ શાહ, આઈ.એન.સી.ના મેમ્બર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના મેમ્બર અને સ્વયંસેવકો અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button