ધર્મ દર્શન

36 માં આંતરરાષ્ટ્રીય માનવ એકતા સંમેલન ની જબરજસ્ત સફળતા

36 માં આંતરરાષ્ટ્રીય માનવ એકતા સંમેલન ની જબરજસ્ત સફળતા

વિશ્વના પ્રમુખ ધાર્મિક નેતાઓએ શાંતિ અને એકતાની પ્રતિજ્ઞા લીધી.

સંત દર્શન સિંહજી ધામ, બુરાડી, દિલ્હીમાં આયોજિત 36 માં આંતરરાષ્ટ્રીય માનવ એકતા સંમેલનમાં વિશ્વભરમાંથી આવેલા અનેક ધાર્મિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો, જે વિશ્વ શાંતિ અને માનવ એકતા પર પોતાના વિચારો રજુ કરવાના માટે વિશ્વના સૌથી મોટા મંચ પર એકત્રિત થયા હતા. સાવન કૃપાલ રુહાની મિશન ના પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ એકતા સંમેલન ના અધ્યક્ષ પરમ પૂજનીય સંત રાજીન્દર સિંહજી મહારાજ ના સાનિધ્યમાં 22- 24 ફેબ્રુઆરીએ 36 માં આંતરરાષ્ટ્રીય માનવ સંમેલન દરમિયાન પ્રભુ પ્રેમ અને માનવ એકતા ના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
આ સંમેલન વિશ્વધર્મ સંઘ અને માનવ એકતા સંમેલન ના સંસ્થાપક અધ્યક્ષ પરમ સંત કૃપાલ સિંહજી મહારાજ ના 131 માં પ્રકાશ પર્વના અવસર પર આયોજિત કરવામાં આવ્યું હતું. જેમને ફેબ્રુઆરી 1974 માં પ્રથમ માનવ એકતા સંમેલન આયોજિત કર્યું હતું. આ અવસરના મહત્વને વધારતા આ કાર્યક્રમમાં સંત દર્શન સિંહજી ધામ ના ઉદઘાટન નો 25 મો વર્ષ પણ મનાવવામાં આવ્યું જે દયાલ પુરુષ સંત દર્શન સિંહજી મહારાજના સન્માનમાં સ્થાપિત રૂહાની થી ભરપૂર એક આધ્યાત્મિક સ્થળ છે. 25 વર્ષોથી આ સ્થળ દુનિયાભરના સાધકો માટે શાંતિ, ધ્યાન અને આધ્યાત્મિક વિકાસનું પ્રતિક રહ્યું છે. ભારત તથા વિદેશથી આવેલા વિશાળ જન સમૂહને સંબોધિત કરતા પરમ પૂજનીય સંત રાજીન્દર સિંહજી મહારાજે પ્રેમ, એકતા અને જ્ઞાનના સિદ્ધાંતોના અનુસાર જીવન જીવવાના મહત્વ પર ભાર આપ્યો.

પરમ પૂજનીય સંત રાજીન્દર સિંહજી મહારાજે ઉદ્ઘાટન ના અવસર પર પોતાના સંદેશમાં કહ્યું કે,”પરમ સંત કૃપાલ સિંહજી મહારાજે આપણને પોતાને ઓળખવા તથા આત્મજ્ઞાન તથા પ્રભુ પ્રાપ્તિના માર્ગ પર ચાલવા માટે આગ્રહ કર્યો, તેમનો વિશ્વ વ્યાપી સંદેશ”એક બનો, નેક બનો, એક રહો”જીવનના સાચા અર્થને દર્શાવે છે અને આપણને તેમના પ્રકાશ પર્વ ના સન્માનમાં પોતાના જીવનમાં ધારણ કરવું જોઈએ. તેમણે આપણને સમજાવ્યું કે ધર્મ અને રંગ ના બાહ્ય મતભેદ હોવા છતાં આપણે બધા પ્રભુ ના દિવ્ય પ્રેમના રેશમી દોરા થી બંધાયેલા છીએ. આત્માના રૂપમાં આપણે પિતા પરમેશ્વર ના અંશ છીએ પરંતુ આ દુનિયાના આકર્ષણ ઘણીવાર આપણને આ વાસ્તવિકતા થી અજાણ રાખે છે. ધ્યાન અભ્યાસ ના માધ્યમથી આપણે પોતાની એકતાના પ્રત્યે જાગૃત થઈએ છીએ અને પ્રભુની દિવ્ય સત્તાને પોતાના અંતરમાં અનુભવ કરીએ છીએ. તેઓ ઘણીવાર કહ્યા કરતા હતા કે આપણે પ્રભુ પ્રાપ્તિના પોતાના જીવનના સર્વોચ્ચ લક્ષને પૂરું કરવા માટે પ્રતિદિન ધ્યાન અભ્યાસ કરવું જોઈએ”
પરમ પૂજ્ય સંત રાજીન્દર સિંહજી મહારાજે ઉપસ્થિત બધા ભાઈ બહેનો બંને સમારોહની શુભકામના આપી અને આ મહાન સંતો દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવા માટે પ્રોત્સાહિત કર્યા. પૂજ્ય સંત રાજીન્દર સિંહજી મહારાજે પોતાના સંદેશમાં કહ્યું કે “પરમ સંત કૃપાલ સિંહજી મહારાજે પોતાનું જીવન લાખો લોકોને પ્રભુ પ્રાપ્તિ ના રસ્તા પર માર્ગદર્શન કરવા માટે સમર્પિત કરી દીધું. તેઓ પ્રભુના પ્રકાશના કિરણ હતા જેમણે આપણી આત્મા ના અંધકાર ને પોતાના જ્ઞાન થી દૂર કરીને આપણા જીવનને પ્રકાશિત કર્યું. પિતા પરમેશ્વર આવા સંતો મહાત્માઓને માનવતાની પ્રગતિ માટે આ ધરા ઉપર મોકલે છે. તેમણે આપણા અંતરમાં પ્રભુ ના દિવ્ય પ્રેમ ને જાગૃત કરીને આપણા જીવનને પરમાનંદ થી ભરી દીધું. જેમ કે આપણે સંત દર્શન સિંહજી ધામના 25 વર્ષ પુરા થવાના આ અવસરને મનાવી રહ્યા છીએ તો આ અવસર પર હું આ બંને મહાન સંતો ની યાદમાં અહીં આયોજીત કરવામાં આવેલા સંમેલન થી બહુ ખુશ છું. આપણું લક્ષ આને વધારે સુંદર બનાવે છે કેમ કે આ માનવ જાતિની સેવા કરવા, ધ્યાન અભ્યાસ કરવા અને આધ્યાત્મિક રૂપથી વિકસિત થવા ના માટે એક પવિત્ર સ્થાન છે.
આ સંમેલન દરમિયાન ૨૨ ફેબ્રુઆરીએ’ધ્યાન-શાશ્વત શાંતિ અને એકતાનો માર્ગ’ અને 23 ફેબ્રુઆરી’ કૃપાલ-દિવ્ય પ્રેમ અને જ્ઞાનના મહાસાગર’ વિષય ઉપર બે આધ્યાત્મિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલવા વાળા 36 માં આંતરરાષ્ટ્રીય માનવ એકતા સંમેલનમાં વિશ્વભરમાંથી આવેલા અનેક ધાર્મિક નેતાઓ અને પ્રતિનિધિઓ જેમાં મહામંડલેશ્વર સ્વામી પ્રેમાનંદ જી મહારાજ, નિઝામુદ્દીન ઓલિયા દરગાહ થી સૈયદ ફરિદ અહમદ નિઝામી, ઋષિકેશ થી આવેલા મહંત શ્રી રવિ પ્રપન્ના આચાર્યજી મહારાજ, શ્રી ભૈણી સાહિબ થી સંત નિશાન સિંહજી , ફાધર બેંટો રોડ્રિગ્સ, આચાર્ય યેશી ફંટસોક, કેન્દ્રીય મંત્રી શ્રી હર્ષ મલ્હોત્રા, આચાર્ય સ્વામી દેવેન્દ્રાનંદ ગીરીજી મહારાજ, શ્રી શ્રી ભગવાન આચાર્યજી મહારાજ, રબ્બી એઝેકિલ ઈશાક માલેકર, વિવેક મુની જી, ફાધર એમ. ડી. થોમસ અને ગોસ્વામી સુશીલ જી મહારાજે પોતાના વિચાર રજુ કર્યા.
આંતરરાષ્ટ્રીય વક્તાઓમાં કોલંબિયા થી પધારેલ લીના મારિયા સાલગાડો, ઘાનાથી પધારેલ રાફેલ યાઓ મેનુ, પેરુથી આવેલા પાઓલા નેયરા, અને અમેરિકાથી આવેલ કાલોસ લોજાનો પણ સામેલ છે. આ બધા વ્યક્તિ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે ધ્યાન અભ્યાસ અને આધ્યાત્મિકતા ને પોતાના જીવનમાં ઢાળવાની આવશ્યકતા પર ભાર આપ્યો તથા પરમ સંત કૃપાલ સિંહજી મહારાજને પોતાના શ્રદ્ધા સુમન અર્પિત કર્યું.
ત્રણ દાયકા થી પણ વધારે સમય થી પરમ પૂજનીય સંત રાજીન્દર સિંહજી મહારાજે માનવ જીવનના ઉદ્દેશ્યની શોધ કરવાવાળાઓ માટે સ્વયં પોતાનું જીવન એક ઉદાહરણ ના રૂપમાં પ્રસ્તુત કર્યું છે. ધ્યાન અભ્યાસ તથા આધ્યાત્મિકતા ના દ્વારા આંતરિક તથા બાહ્ય શાંતિને ઉભાર આપવા માટે અનેક કાર્યો ના માટે તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button