ગુજરાત

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પર અમદાવાદનું ‘વાઇબ્રન્ટ હાર્ટ’ અનુભવાશે

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પર અમદાવાદનું ‘વાઇબ્રન્ટ હાર્ટ’ અનુભવાશે

અમદાવાદ, સપ્ટેમ્બર 09, 2024 – SVPI એરપોર્ટના T-2 એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હલચલ વોલ ધાતુની એક અદભૂત શિલ્પ છે જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે..

 

હલચલ વોલ અમદાવાદની કળા, પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. તેની અનુપમ ડિઝાઇન આમદાવાદની પોળ અને અન્ય મંત્રમુગ્ધ કરતા જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવે છે.

શિલ્પની પાછળ, ફેબ્રિકની વહેતી નદી સાબરમતી નદીનું નિરૂપણ છે. 15મી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે. પરંપરાગત ડાબુ આર્ટનો ઉપયોગ કરીને તેને બનાવવમાં આવી છે. તેના ફેબ્રિકમાં સ્થાનિક કલાત્મકતાનો સ્પર્શ છે. અમદાવાદના વારસા અને વર્તમાનની તે ગાથા વર્ણવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button