સાધલીના મનન વિદ્યાલયમાં રૂ.4.37 લાખની ચોરી, ચોરો CCTVમાં કેદ – શિનોર પોલીસ સામે પડકાર

સાધલીના મનન વિદ્યાલયમાં રૂ.4.37 લાખની ચોરી, ચોરો CCTVમાં કેદ – શિનોર પોલીસ સામે પડકાર

શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલય માં તારીખ 15 મી મોડીરાત્રી અને તારીખ 16 ની વહેલી સવારે વિવિધ સદરના આશરે રૂપિયા 4,37,700 ની રાત્રિના જાણભેદુ ભોમિયા ચોરો દ્વારા ચોરી કરીને શિનોર પોલીસને પડકાર ફેંકેલ છે. ચોરો સી.સી કેમેરા માં કેદ થયેલ છે.
વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોથી નામના પ્રાપ્ત કરેલ સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલય માં તારીખ 15 ડિસેમ્બરની મોડી રાત્રી અને તારીખ 16 ની વહેલી સવારના રોજ મુખ્ય ઓફિસનું તાળું કાપીને ઓફિસ તથા એકાઉન્ટમાં રાખેલા જુદા જુદા સદરના જેમકે શિક્ષણ ફી યુનિફોર્મ , પુસ્તકો અને સ્ટેશનરી, ચિલ્ડ્રન બેંક , ગાડી ભાડાના ,વાર્ષિક પ્રોગ્રામ ,બચત , મુખવાસ (પર્સનલ), ફનફેર ,ગૌશાળા બચત, કેન્ટીન ફી , વિશી ડ્રો અને પરચુરણ મળીને કુલ રૂપિયા 4,37,700 ની રાત્રીના નિશા ચરો ચોરી કરી ગયા છે. ઓફિસના સીસી કેમેરામાં ધાબળા ઓઢીને માથે રૂમાલ બાંધેલા ચોરો કેદ થયેલ છે. સવારે શાળામાં આવેલ આચાર્ય અમીશાબેન પંડ્યા ને ઓફિસ નું તાળુ કપાયાની જાણ થતાં સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ તપાસ માટે આવી હતી. અને ગતરોજ શાળામાં પેવર બ્લોક નું કામ પુરૂ કરીને ગયેલા , તેરસા રોડ પર આવેલ પાણી પુરવઠા કચેરીની ઓફિસ કમ્પાઉન્ડમાં રહેતા ત્રણ શકમંદોને પૂછપરછ માટે પોલીસ મથકે લાવેલા છે.
શિનોર તાલુકો હાલમાં ગુનાખોરી માટે નામચીન બનેલ છે, ગત તારીખ 9 નવેમ્બર સેગવા- પોઈચા મુકામે એકના ડબલ કરનારી ટોળકી એ બોડેલીના વેપારીના રૂપિયા 30 લાખની ઉઠાંતરી, ત્યારબાદ ચાલુ મહિનામાં તારીખ 9 ડિસેમ્બર ના રોજ શિનોર પાસેથી ફેસબુક ફ્રેન્ડ બનાવી વડોદરાના સિનિયર સિટીઝન પાસેથી ₹7,00,000 ની ઉચાપત નો ગુનો અને તારીખ 11 ડિસેમ્બર દિવેર- સુરાસામળ વચ્ચે ₹6,00,000 ના લાઈટના થાંભલા ઉપરથી વિદ્યુત તારની ચોરીની જાણવા જોગ નોંધ અને આજે તારીખ 16 ડિસેમ્બર મનન વિદ્યાલય માંથી ₹4,37,700 ની ચોરી ના ગુના પોલીસ દફતરે ચઢેલા દેખાય આવે છે, જયારે અન્ય નાની-મોટી ઉઠાંતરી , ચોરી ઓ, જે શિનોર પોલીસ દફતરે નોંધાયેલ નથી, તે અલગ, આમ શિનોર પોલીસ સ્ટેશન હાલ ચર્ચા ની એરણે ચડેલ છે. જોકે જેનો ઉભાપોહ ના થાય તેવી ચોરીઓની ફરિયાદ શિનોર પોલીસ યેન કેન પ્રકારે ફરિયાદીને સમજાવીને લેતી નથી, એ શિનોર પોલીસની કડવી હોશિયારી ગણી શકાય.



