
પલસાણા તાલુકાના કણાવ ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ
પલસાણા તાલુકાના કણાવ ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફર્મિંગ અંતર્ગત ત્રણ ગ્રામ પંચાયત બેઝડ ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. જેમાં પલસાણા તાલુકા BTM સંદીપભાઈ પાટીલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ દ્વારા પાક અને જમીનને થતાં ફાયદા તેમજ ખેડૂતોને મળતા આર્થિક લાભ અંગે સવિસ્તાર માર્ગદર્શન આપવાં આવ્યું હતું. સાથે જ રાજ્યસરકાર દ્વારા મળતી યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિના ફાર્મર માસ્ટર ટ્રેનર તેમજ કોમ્યુનિટી રિસોર્સ પર્સન(CRP) રાજુભાઇ એન પેટલે પણ તાલીમમાં હાજર રહી મહિલા/ખેડૂતોને પોતાના પ્રાકૃતિક કૃષિના સફળ અનુભવો જણાવી અન્યોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન આપ્યું હતું.