ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડ વિસ્ફોટ: AAP ટીમે પીડિત દર્દીઓની મુલાકાત લીધી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડ વિસ્ફોટ: AAP ટીમે પીડિત દર્દીઓની મુલાકાત લીધી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ટાઇફોઇડના ગંભીર વિસ્ફોટ બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી. AAP મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ, જીતુભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ તલાટી સહિતની ટીમે પીડિતો સાથે વાતચીત કરી તેમની હાલત અંગે માહિતી મેળવી.
આ પ્રસંગે ડૉ. કરન બારોટે સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, “આ પાઇપલાઇનમાં લિકેજ નથી થયું, સરકારની સિસ્ટમમાં લિકેજ છે.”
તેમણે વધુમાં કહ્યું કે વારંવાર રજૂઆતો છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેના પરિણામે સરકારની નિષ્ફળતાનો ભોગ 100થી વધુ બાળકો સહિત અનેક સ્થાનિકો બન્યા છે. સરકારની અણઆવડતના કારણે ગાંધીનગરના સેક્ટર 24, 27 સહિત અન્ય વિસ્તારોના પરિવારો પોતાના ધંધા-રોજગાર છોડી બાળકોની સારવાર માટે હોસ્પિટલના ચક્કર કાપી રહ્યા છે.
ડૉ. કરન બારોટે માંગ કરી કે, “જે એજન્સીએ નબળી ગુણવત્તાની પાઇપલાઇનનો ઉપયોગ કર્યો છે તેની તપાસ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ.” અંતમાં તેમણે કહ્યું કે, “જો ગાંધીનગર જેવી રાજધાનીમાં આવી પરિસ્થિતિ હોય તો સમગ્ર ગુજરાતમાં સરકારના કામકાજની સ્થિતિ પર મોટો પ્રશ્ન ઊભો થાય છે.”



