ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની બે દિવસીય ટેકવેન્ડો સ્પર્ધાનો પ્રારંભ

ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની બે દિવસીય ટેકવેન્ડો સ્પર્ધાનો પ્રારંભ
ગુજરાતભરના ૬૦૦ ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવશે
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ‘ખેલ મહાકુંભ-૨૦૨૫’ અંતર્ગત રાજ્ય કક્ષાની ટેકવેન્ડો સ્પર્ધાનો ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. બે દિવસ સુધી ચાલનારી આ રોમાંચક સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ૬૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
સુરતના સીનીયર કોચ કનુભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ કેટેગરી એમ કુલ ત્રણ વયજૂથમાં ખેલાડીઓ ભાગ લીધો છે. સ્પર્ધકો માટે ૧૫ જેટલી અલગ-અલગ વજન શ્રેણીઓ (Weight Categories) રાખવામાં આવી છે, જેમાં રાજ્યભરમાંથી આવેલા કુશળ ખેલાડીઓ મેડલ જીતવા માટે એક બીજા વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા જામી છે. તા.૬ અને તા.૭ જાન્યુઆરી એમ કુલ બે દિવસીય સ્પર્ધામાં વિજેતાઓને આજે સાંજના સમયે કલોઝિંગ સેરેમનીમાં મેડલ અને સર્ટીફીકેટ આપી તેમજ ડીબીટીના માધ્યમથી ઇનામની રકમ સ્પોર્ટ્સ ઓથોરીટી દ્વારા જમા કરાવવામાં આવશે.
-૦૦-



