દેશ

સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ડી.ડી.કાપડીયાના માર્ગદર્શનમાં સમગ્ર શહેરમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવીઃ

સુરતઃશુક્રવારઃ સંકલ્પ યાત્રાના આગમન પૂર્વે સમગ્ર નગરમાં સ્વચ્છતાનું ઘોરણ ઉંચુ લાવવા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શહેરમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

સફાઇ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા સુરત ઝોનમાં સમાવિષ્ટ અંકલેશ્વર નગરપાલિકા,બારડોલી નગરપાલિકા,ભરુચ નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ તેમજ મશીનરીની મદદથી શહેરના મુખ્ય રસ્તાઓ, બજારો, પ્રવેશઘ્વારો, GVP પોઇન્ટ, તળાવોની સફાઇ કરવામાં આવી હતી.શહેરની સુંદરતામાં વઘારો થાય તે માટે ડિવાઈડરોનું રંગકામ, શહેરની જાહેર પ્રોપર્ટીની દિવાલો ઉપર રંગકામ કરી આકર્ષક ચિત્રકામ કરી સીટી બ્યુટીફીકેશન કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છતાના ઘોરણો જળવાઇ રહે તે હેતુથી પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ શ્રી.ડી.ડી.કાપડીયા,નગરપાલિકા પ્રમુખશ્રી કપિલાબેન પી.પરમાર, ઉપપ્રમુખશ્રી બાબુભાઇ સી.વસાવા, કારોબારી અધ્યક્ષશ્રી શૈલેષભાઇ વી.ગાંગાણી, નગર સેવકો,નગરપાલિકાના પદાધિકારીઓ,કર્મચારી ગણ,વેપારી એશોશીએશન,શાળાના બાળકો સાથે રાખી સામુહિક સફાઇ હાથ ઘરવામાં આવી હતી.

અત્રે નોધનીય છે કે,તા.૧૨/૧૨/૨૦૨૩ થી આજદિન સુઘી સઘન સફાઇ કરી અંદાજીત ૮૦ મેટ્રીક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરી સફાઇની કામગીરી કરવામાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button