વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને મળે છે રૂા.૧.૨૦ લાખની સહાય

વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને મળે છે રૂા.૧.૨૦ લાખની સહાય
વ્હાલી દીકરી યોજના હેઠળ ફેબ્રુઆરી-૨૫ થી માર્ચ-૨૦૨૫માં જન્મેલી દીકરીઓના માતા-પિતાએ તા.૩૧મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવા અનુરોધઃ
દીકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત, જેથી સમયસર લાભ મળી શકે
દિકરી એટલે વહાલનો દરિયો: ‘વ્હાલી દીકરી યોજના’ દ્વારા રાજય સરકાર આપી રહી છે દરેક દીકરીને સપનાઓની પાંખો
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી ‘વ્હાલી દીકરી યોજના’ દીકરીઓના સન્માન, શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્ય માટે વ્હાલી દીકરી યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત દીકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે, જેથી સમયસર લાભ મળી શકે. જેથી જે દીકરીઓનો જન્મ ફેબ્રુઆરી-૨૦૨૫ અને માર્ચ-૨૦૨૫માં થયો હોય તેઓએ તા.૩૧-૦૧-૨૦૨૬ પહેલા ઓનલાઈન અરજી કરવાનો અનુરોધ કરાયો છે.
અરજી સાથે દીકરીના આધારકાર્ડ અને જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાના આધાર કાર્ડ અને જન્મ પુરાવાની નકલ, કુટુંબની સંયુક્ત આવકના પ્રમાણપત્ર(૨ લાખ સુધીની),દીકરીના માતા-પિતાના લગ્નના પ્રમાણપત્ર, રેશનકાર્ડની નકલ સહિતના પુરાવવા આપવાના હોય છે. માતા-પિતાના બાળ લગ્ન ના થયેલા હોવા જોઈએ.
મળવા પાત્ર સહાયની વાત કરીએ તો દીકરી ધો.૧ પ્રવેશે ત્યારે રૂ.૪૦૦૦, ધો.૦૯ પ્રવેશે ત્યારે રૂ.૬૦૦૦ અને ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યારબાદ રૂ.૧ લાખ એમ કુલ રૂ.૧.૨૦ લાખની સહાય મળશે. લાભ મેળવવા માટે દીકરીના બાળ લગ્ન ના થયેલા હોવા જોઈએ
વ્હાલી દીકરી યોજનાની અરજી જે તે ગ્રામ પંચાયત ખાતે VCE મારફત, મામલતદાર કચેરી ખાતે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ઓપરેટર દ્વારા કરાવવાની રહેશે. અરજદાર પોતે https://emahilakalyan.gujarat.gov.in વેબસાઇટના માધ્યમથી સીધી અરજી કરી શકશે. વધુ માહિતી માટે અરજદારો મહિલા અને બાળ અધિકારીની કચેરી, પ્રથમ માળ, A-બ્લોક, જીલ્લા સેવાસદન-૨, અઠવાલાઈન્સ સુરતનો આ નં.૦૨૬૧-૨૬૫૧૪૫૦ પર સંપર્ક કરવા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.



