એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં વણથંભી તેજી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં વણથંભી તેજી
સોનાનો વાયદો રૂ.257 અને ચાંદીનો વાયદો રૂ.1,413 ઊછળ્યો
ક્રૂડ તેલના વાયદામાં રૂ.31નો સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ.120 ઘટ્યોઃ કપાસિયા વોશ તેલમાં વૃદ્ધિઃ મેન્થા તેલ નરમઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.11335.3 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.37603.68 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7409.35 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19719 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.48942.63 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11335.3 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.37603.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19719 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.816.64 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7409.35 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.78305ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.78400 અને નીચામાં રૂ.78189ના મથાળે અથડાઈ, રૂ.78039ના આગલા બંધ સામે રૂ.257ના ઉછાળા સાથે રૂ.78296ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાનો દૂર ડિલિવરીનો ફેબ્રુઆરી વાયદો ઉપરમાં રૂ.78,890ના સ્તરને સ્પર્શ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.243 વધી રૂ.63022ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.7674ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.298 વધી રૂ.77806ના ભાવ થયા હતા.