કરજણ ડેપો દ્વારા વડોદરા-સાધલી-વડોદરા વાયા-તરસાલી-ધનયાવી–પાતરવેણી-સલાડ-રુવાદ કાયાવરોહણ થઈને સવારે અને બપોરે બે ટાઈમ બસ ચાલુ કરાતા મુસાફરોમાં આનંદ
કરજણ ડેપો દ્વારા વડોદરા-સાધલી-વડોદરા વાયા-તરસાલી-ધનયાવી–પાતરવેણી-સલાડ-રુવાદ કાયાવરોહણ થઈને સવારે અને બપોરે બે ટાઈમ બસ ચાલુ કરાતા મુસાફરોમાં આનંદ
વડોદરા એસ ટી વિભાગ માં આવેલ કરજણ ડેપો દ્વારા આજરોજ તા. 1 ઓગસ્ટ 2024 વડોદરા-સાધલી-વડોદરા વાયા-તરસાલી-ધનયાવી–પાતરવેણી-સલાડ-રુવાદ કાયાવરોહણ થઈને સવારે અને બપોરે બે ટાઈમ બસ ચાલુ કરવામાં આવેલ છે. તેની જાણ થતાં આનંદ ની લાગણી જોવા મળી રહી..
આ બસ સવારે કરજણ ડેપો માથી ૦૬-૨૦ કલાકે કરજણ થી સાધલી આવશે અને સાધલી થી સવારે ૦૭-૦૦કલાકે સાધલી-વડોદરા વાયા કાયાવરોહણ-રૂવાદ-સલાડ-રાધુપુરા-તરસાલી-કિતિઁ થઈને વડોદરા ડેપો ૦૮-૧૫ કલાકે પહોચશે. તેવીજ રીતે બપોરે વડોદરા ડેપો માથી ૦૨-૩૦કલાકે વડોદરા-સાધલી આવવા માટે ઉપડશે જે વાયા તરસાલી-ધનયાવી-રાધવપુરા-પાતરવેણી-સલાડ-રુવાદ થઈને ૦૩-૪૦ કલાકે સાધલી પહોચશે.અને આ બસ સાધલી થી વડોદરા આવવા માટે ૦૩-૪૫ કલાકે ઉપડશે.અને ઉપર જણાવ્યા મુજબ ના રુટ પર પરત વડોદરા પહોચશે. આ રુટ પરના ગામોના સરપંચો, તથા રેલ એન્ડ રોડ પેસેન્જર એસોશીએશન ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા લેખિત તેમજ મૌખિક રજુઆત કરતાં એસ.ટી નિગમ દ્વારા આ રુટ પર બે ટાઈમ બસ ચાલુ કરવા માં આવેલ છે. આ રુટ પર આવતા તમામ ગામો ના વિદ્યાર્થીઓ તથા મુસાફરો આ બે બસ નો વધુ ને વધુ લાભ લે એવી વિનંતી કરવામાં આવીછે.