સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ૧૬મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ

સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ૧૬મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ
તા.૧લી ફેબ્રુઆરી સુધી આયોજિત કાર્યક્રમમાં નક્સલ એરિયામાંથી કુલ ૨૦૦ યુવાઓ સુરત તેમજ ગુજરાતના વિકાસ, સંસ્કૃતિની ઝાંખી કરશે
છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના આદિવાસી યુવાનો ગુજરાતના વિકાસ અને સંસ્કૃતિની ઝાંખી કરે, નવી પ્રેરણા મેળવે એવા અશયથી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના માર્ગદર્શનમાં માય ભારત-સુરત અને નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય પૂર્ણેશ મોદી પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ થયો છે, જેમાં ૨૦૦ યુવાઓ સાથે ૨૦ ટીમલીડરોએ ભાગ લીધો છે.
અડાજણ સ્થિત શ્રી બદ્રીનારાયણ મંદિરથી તા. ૨૬મી જાન્યુ.થી ૨જી ફેબ્રુ. સુધી આદાન-પ્રદાન કાર્યક્રમમાં પ્રતિભાગીઓએ વિકસિત ભારત@૨૦૪૭ વિષય પર મોક સંસદમાં ભાગ લીધો હતો. આ સાથે યુવાઓ ઔદ્યોગિક એકમો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી યુવાનોમાં રાષ્ટ્રીય જીવનના સાંસ્કૃતિક સિદ્ધાંતો, ભાષા, જીવનશૈલી, કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને રોજગારની તકોને ઉજાગર કરવા તેમજ તેમનો સર્વાંગી વિકાસ સાથે વિકાસની વિવિધ તકો મળે તે ઉદ્દેશથી ભારત સરકારના યુવા મંત્રાલય તેમજ ગૃહ મત્રાલય દ્વારા કાર્યક્રમનું આયોજન થયું છે. આ સાથે આદિવાસી યુવાઓ દ્વારા વિવિધ વિસ્તારની પ્રખ્યાત હસ્તકલા આધારિત વસ્તુઓ, પ્રખ્યાત હેન્ડીક્રાફ્ટસ, પરંપરાગત ફૂડ માટે ફૂડ મેળો પણ યોજાશે.
આ પ્રસંગે નેહરુ યુવા કેન્દ્ર-ગુજરાતના રાજ્ય નિદેશકશ્રી દુષ્યંત ભટ્ટ, માય ભારત-સુરત અને નેહરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્મા તેમજ સમાજસેવક નેમીચંદ જાંગીડ, કાર્યક્રમ સહાયક તરીકે નેહરુ યુવા કેન્દ્ર-નવસારીના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘા, નેહરુ યુવા કેન્દ્ર-વલસાડના જિલ્લા અધિકારી શ્રી સત્યજીત સંતોષ તેમજ અને પ્રોગ્રામ સહાયકશ્રી મનીષભાઈ જોષી અને શ્રી ચંદ્રકાંત બક્ષી ઉપસ્થિત રહ્યા હતા.