કારકિર્દી

વરાછા કો-ઓપ. બેંકને Best Digital Bank of the Year નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

 

વરાછા કો-ઓપ. બેંકને Best Digital Bank of the Year નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

વરાછા કો-ઓપરેટીવ બેંકને Best Digital Bank of the Year તેમજ AGM-IT ને Best CISO of the Year નો એવોર્ડ એનાયત

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ ૨૦૨૪માં વરાછા બેંકને બે એવોર્ડ એનાયત

 

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ ૨૦૨૪ દ્વારા મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે ફાઇવ સ્ટાર હોટલ ધી લલિતમાં ભારત રત્ન સહકારિતા સન્માન કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં વરાછા કો-ઓપ. બેંકને ડિજિટલ બેન્કિંગની ઉપલબ્ધિને ધ્યાનમાં રાખી બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વરાછા બેંક ડિજિટલ પ્લેટફોર્મ પર ગ્રાહકોને ખૂબ સારી સેવા પૂરી પાડે છે તેમજ સાબર ફ્રોડ માટે પણ Quick Responsive માળખું કાર્યરત છે. જેના માટે “Best Digital Bank of the Year” તેમજ બેંકના AGM – ITશ્રી પરેશભાઈ કેલાવાલાને “Best Chief Information Security Officer (CISO)” નો એવોર્ડ ભારત સરકારના સંચાર મંત્રાલયનાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલશ્રી સુમનેશ જોશી તેમજ નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ લિ. (NAFCUB), દિલ્હીનાં પ્રેસિડેન્ટશ્રી લક્ષ્મીદાસના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

 

આધુનિક ટેક્નોલોજી સાથે સજ્જ વરાછા બેંક રૂ|. ૫૦૦૦ કરોડથી વધુના બિઝનેસ સાથે ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે. બેંકનું IT વિભાગ ૨૪ કલાક કાર્યરત રહી સાયબર ફ્રોડ માટે તાત્કાલિક રિસ્પોન્સિવ ટીમ સાથે સુસજ્જ છે. ત્યારે ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટમાં વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી, AGM-ITશ્રી પરેશભાઈ કેલાવાલા તેમજ મેનેજરશ્રી અંકિતભાઈ ડોબરીયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યા હતા.

 

વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા એ જણાવ્યું હતું કે, બેંકને મળેલ આ એવોર્ડનો શ્રેય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ કર્મચારી “VCB TEAM” ને જાય છે. અમારી બેંક સાઈબર સિક્યુરિટી માટે હર હંમેશ સકારાત્મક અભિગમ રાખી ટેક્નોલોજીમાં સતત નવિનીકરણ માટે તત્પર હોય છે. બેંકની પ્રગતિમાં માર્ગદર્શન રૂપ બનનાર તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓની મહેનત અને સાથ સહકારને કારણે વરાછા બેંક આજે ગુજરાતની સહકારી બેંકોમાં ટોપ-ટેનમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. જે અમારા માટે આનંદ અને ગૌરવ ની વાત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button