શિનોર તાલુકાના ગજાનન આશ્રમ માલસરના પૂજ્ય ગુરુજી વિજયભાઈ જોશીનું નવી દિલ્હીમાં સન્માન

શિનોર તાલુકાના ગજાનન આશ્રમ માલસરના પૂજ્ય ગુરુજી વિજયભાઈ જોશીનું નવી દિલ્હીમાં સન્માન
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માં નર્મદા કિનારે આવેલા ગજાનન આશ્રમ માલસરના પૂજ્ય ગુરુજી વિજયભાઈ જોશી ( રાજકોટ)નું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટ ઇંગ્લેન્ડ દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સન્માન કરવામાં આવતા ગૌરવમાં વધારો થયો છે.
પૂજ્ય ગુરુજી દ્વારા આટલા વર્ષોના નિસ્વાર્થ ભાવે કરેલ સમાજ સેવા-રાષ્ટ્ર સેવા, દિન,દુઃખીયાની સેવાના કાર્યોના કારણે વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ છે.
પૂજ્ય ગુરુજી દ્વારા નિ:શુલ્ક સંસ્કૃત પાઠશાળા ચલાવવામાં આવે છે, પર્યાવરણ અને પ્રકૃતિના શુદ્ધિકરણ માટે વૈદિક યજ્ઞ કરવામાં આવે છે ,વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે, કન્યા સહાય યોજના, નિઃશુલ્ક ચિકિત્સાલય, વ્યસન મુક્તિ અભિયાન, નર્મદા પરિક્રમા વાસીઓની સુવિધા, ધર્મ,સંસ્કૃતિ ને સંસ્કારો ને જીવંત રાખવા સહિતના અનેક કાર્યો દ્વારા રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપે છે. આ પ્રતિષ્ઠા સભર ભવ્ય એવોર્ડ પૂજ્ય ગુરુજી એ ગજાનન આશ્રમ પરીવાર ને સમર્પિત કર્યો છે.
ભારત તેમજ વિશ્વના અનેક દેશોમાં ભારતીય વૈદિક સંસ્કૃતિ પ્રમાણે પૂજા-યજ્ઞો તથા જ્યોતિષ શાસ્ત્ર દ્વારા અનેક લોકોને પરીણામો આપીને લોકોના હૃદયમાં ગુરુજી એ આગવું સ્થાન મેળવ્યું છે.



