વાયબ્રન્ટ ગુજરાત સમિટએ બે દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની ચુકી છે

ગુજરાતનો હીરા ઉદ્યોગ, ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા-બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ગુજરાતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં ઝળહળી રહ્યો છે. તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં દસમાંથી આઠ હીરા, એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે. હવે સતત વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા, ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બુર્ઝની સ્થાપના કરી છે. 6.6 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું હીરાનું આ વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ અવસરે તેની પ્રસંશા પણ કરી હતી.
શ્રી નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, ભારત
(“સુરતનો હીરા ઉદ્યોગ પહેલાથી જ આઠ લાખથી વધુ લોકોને રોજગારી આપી રહ્યો છે. ત્યારે હવે સુરત ડાયમંડ બુર્સ પણ દોઢ લાખ લોકોને રોજગારી આપવા જઈ રહ્યું છે. હું સુરતના હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોની પ્રશંસા કરવા માંગુ છું, જેમને આ ઉદ્યોગના વિકાસમાં યોગદાન આપ્યું. નવી ઊંચાઈઓ સર કરવા દિવસ-રાત કામ કર્યું છે.”)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુરતના હીરા ઉદ્યોગને કંઈક આ રીતે વર્ણવ્યો.
ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત
(“(” સુરત કાપડ ઉદ્યોગની સાથે હિરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. હિરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સીટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મુકવાનું સ્વપ્ન આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવ્યું હતું.)”)
તો કિરણ ડાયમંડ્સના મેનેજર રાજુભાઈ પટેલ સમજાવે છે કે કેવી રીતે વાઈબ્રન્ટ ગુજરાતે આ ક્ષેત્રના વિકાસને વેગ આપ્યો.
શ્રી રાજુભાઈ પટેલ, મેનેજર, કિરણ ડાયમંડ્સ:
(“હાલ 40 થી 42 દેશોમાં માલ જાય છે અને તે પ્રમાણે આપણા ગુજરાતનો વિકાસ પણ વધ્યો છે. સાહેબે વાઇબ્રન્ટ ગુજરાતમાં ડાયમંડવાળાઓને સાથે રાખી કામ કર્યું, એટલે વિકાસ વધ્યો છે.)
હીરા નિર્માણ કેન્દ્રમાં કામ કરતા કર્મચારી સૌરભ ગોસ્વામીએ, કર્મચારીઓને આપવામાં આવતા પગાર વધારા પર ખુશી વ્યક્ત કરી છે.
શ્રી સૌરભ ગોસ્વામી, રત્ન કલાકાર
(“જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયું ત્યારથી, હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે અને તેના કારણે પગારમાં પણ વધારો થયો છે જેનાથી અમે સારી કમાણી પણ કરીએ છીએ.”)