ગુજરાત

નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા નવયુગ કોમર્સ કોલેજ ખાતે “વિજય દિવસ (૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ)” સ્મૃતિ કાર્યક્રમ યોજાયો

નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા નવયુગ કોમર્સ કોલેજ ખાતે “વિજય દિવસ (૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ)” સ્મૃતિ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા નવયુગ કોમર્સ કોલેજ ખાતે “વિજય દિવસ (૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ)” સ્મૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌએ બે મિનીટ મૌન પાળી યુદ્ધમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યુવાઓને વિજય દિવસથી વાકેફ કરાયા હતા.
નહેરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજી પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે નવયુગ કોલેજના પ્રો.મેહુલ શાહ, પ્રો.બિંદુ શાહ, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર અને હર્ષા ખત્રી સહિત ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button