જુઓ અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-૨૫ના અર્ધ વાર્ષિક અને બીજા ત્રિમાસિક પરિણામો
જુઓ અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-૨૫ના અર્ધ વાર્ષિક અને બીજા ત્રિમાસિક પરિણામો
બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે વોલ્યુમ 15% વધ્યુ:CNGનું માળખું વધીને 577 સ્ટેશન થયું:PNG જોડાણ વધીને 8.93 લાખ ઘરોમાં પહોંચ્યા:1,486 EV ચાર્જીંગ પોઇન્ટ21 રાજ્યોમાં વિસ્તર્યા: પરિવહન વાહનો માટે પ્રથમ LNG રિટેલ સ્ટેશન કાર્યરત:બીજા ત્રિમાસિકમાં EBITDA રુ.313 કરોડ રહ્યો હતો
ATGL તેના હોમગ્રોન ડિજિટલ બિઝનેસ પ્લેટફોર્મ-SOUL સાથે સંકલિત My Adani Gas App દ્વારા 98% ગ્રાહકોના જોડાણ સાથે ડિજિટલ ડિલાઇટ પુરી પાડે છે. SOUL પ્લેટફોર્મ દ્વારા 93% CNGનું વેચાણ સંચાલિત થાય છે
નાણા વર્ષ-25ના બીજા ત્રિમાસિકના કામકાજની એકીકૃત ઝલક:
નાણા વર્ષ-25ના બીજા ત્રિમાસિકમાં IOAGPL સાથે સંયુક્ત સાહસના સંગાથે ભારતભરમાં તેના પગરણ માંડે છે:
હાઇડ્રોજન બ્લેન્ડિંગ અને LTM વ્યવસાયની છેલ્લી માહિતી
વ્યવસાયની મુખ્ય છેલ્લી માહિતી
213 શહેરોમાં 1486 EV ચાર્જિંગ પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે
નાણા વર્ષ –25ના વાર્ષિક ધોરણે બીજા ત્રિમાસિકગાળામાં વાર્ષિક ધોરણે એકીકૃત નાણાકીય કામકાજની ઝલક:
નાણા વર્ષ –25ના બીજા ત્રિમાસિકમાં એકીકૃત કર બાદનો નફો ( PAT)
નાણા વર્ષ –25ના પ્રથમ અર્ધ વાર્ષિક એકીકૃત નાણાકીય કામકાજની ઝાંખી:
નાણા વર્ષ –25ના પ્રથમ અર્ધ વાર્ષિકમાં એકીકૃત PAT
|
અમદાવાદ, 24 ઑક્ટોબર 2024: ભારતની અગ્રણી એનર્જી ટ્રાન્ઝિશન કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ વ્યાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સંગાથે ભારતના એનર્જી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના મિશન તરફ ઝડપથી આગળ વધી રહી છે. ATGL એ 30મી સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સમય ગાળા દરમિયાન તેના કામકાજ, આંતર માળખાકીય અને નાણાકીય કામગીરીની આજે જાહેરાત કરી હતી.
કંપનીના સી.ઇ.ઓ. અને એક્ઝિક્યુટીવ ડાયરેકટર સુરેશ પી. મંગલાણીએ એ જણાવ્યું હતું કે “ATGL એ આ સમયગાળા દરમિયાન તંદુરસ્ત કામકાજ અને નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે. તેમણે કહ્યું હતું કે અમારા વ્યવસાયને ભારતના ઉર્જા સંક્રમણ ધ્યેયો સાથે ગાઢ રીતે જોડીને અમે અમારા તમામ ગ્રાહકોને સ્વચ્છ અને હરિત ઉર્જા ઉકેલો પહોંચાડી રહ્યા છીએ. અમારા પાઈપ્ડ ગેસ નેટવર્ક દ્વારા 9 લાખથી વધુ ગ્રાહકો સુધી પહોંચ્યા છીએ પરિવહન ક્ષેત્રમાં અમે પ્રથમ LNG સ્ટેશન શરૂ કરવા સાથે ભારતના ડીકાર્બોનાઇઝેશન તરફના પ્રયાણમાં મદદ કરતા મુખ્ય હાઇવે નેટવર્કને આવરી લેવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે APM ગેસ ફાળવણીમાં તાજેતરમાં થયેલા ઘટાડા બાદ અમે પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ.અમારા વૈવિધ્યસભર ગેસ સોર્સિંગ પોર્ટફોલિયોને જોતાં અમે અમારા ગ્રાહકોના હિતને સંતુલિત કરવા માટે એક માપાંકિત કિંમતના અભિગમની ખાતરી કરીશું.
.