બારડોલી તાલુકાના તેન અને સરભોણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામવાસીઓ:

સુરતઃ સોમવાર:- કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના બારડોલી તાલુકાના તેન અને સરભોણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ગ્રામજનોએ સ્વાગત કરીને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
તેન ગામે સુરત જિલ્લા પંચાયત સભ્ય રેખાબેન રાઠોડ તથા સરભોણ ગામે સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ સરકારની વિકસિત ભારત યાત્રા અંગે માહિતી આપી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે તેન ગામે બારડોલી તાલુકા પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચ રીનાબેન ચૌધરી, ઉપસરપંચશ્રી, ગામના તલાટી-કમ-મંત્રીશ્રી, ગામના આગેવાનો,આરોગ્યનો સ્ટાફ, મુખ્ય સેવિકા બેન શ્રીમતિ પ્રવિણાબેન એચ ચૌહાણ, આંગણવાડી વર્કર,તેડાગર, અને અન્ય વિભાગ ના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.